તમારા બાળકને સંભળાવાય તેવી બાળવાર્તાઓના ઓડિયો અહીં છે. શીખવવાના ભાગરૂપે નહીં; પરંતુ એમની સાંભળવાની શક્તિ ખીલે એ માટે પણ. બીજું કાંઈ જ ના કરો; પણ બાળક સ્કુલે જતું હોય ત્યારે, ઘરમાં રમતું હોય ત્યારે, એને નવરાવતી, રાત્રે સુવરાવતી કે તૈયાર કરતી વખતે આ વાર્તાઓનો ઓડિયો સ્વીચ ઓન કરી દો. બાળકના કાને વાર્તાનો આ ઓડિયો અથડાય એટલું જ પૂરતું છે. હું જાણું છું કે આજે આપણને આપણાં માટે પૂરતો સમય નથી ત્યાં બાળકને તમે મોઢે રોજ જુદી જુદી વાર્તાઓ તો ક્યાંથી સંભળાવવાના?!!
૨ થી ૧૦ વર્ષનું બાળક દરરોજ જો નોખી-અનોખી વાર્તાઓ સાંભળશે તો આપણાં સહુનું ભવિષ્ય ઊજળું છે એવું તો દુનિયાભરના કેળવણીકારો માને છે. બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર જીવનભર ટકે છે.
તો લો, હવેથી રોજ એક વાર્તા જે તમારાં બાળકનું હૈયું ને મન ફળદ્રુપ કરવામાં તમને કામ લાગશે.
ઘરડો ઘોડો
ગોળ કેરી ભીંતલડી
હનુમાને લંકા સળગાવી
હનુમાને સીતા માતા શોધી લીધાં
જંગલી શિયાળની કથા
કાળી વાદળી
ખંખેરી નાખો અને ઉપર ચઢો
નચિકેતાની વાર્તા
રાજાનો ધરમ
ઊંટના અઢારે અંગ વાંકા