Read now

Joje Amrut Kumbh Dhoday Na

પૂજ્યશ્રીએ આ અદ્‌ભુત પુસ્તકમાં યુવાનોના સાચા રાહબર બનવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અમૃત (વીર્ય) કુંભની મહાનતા વર્ણવવા સાથે વીર્યરક્ષાના અદ્‌ભુત ઉપાયો પૂજ્યશ્રીએ દર્શાવ્યા છે. આજના ડોકટરોની કેટલીક અયોગ્ય વાતોનો પૂજ્યશ્રીએ પૂરી ખુમારીથી પ્રતિકાર કર્યો છે. પૂજ્યશ્રીએ અનેક દૃષ્ટાંતો ટાંકીને બ્રહ્મચર્યનો અપાર મહિમા તથા વીર્યનાશના અનેક નુકસાનો ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા છે. પૂજ્યશ્રીએ ઉપાદાન (પૂર્વ ભવના કુસંસ્કારો)નો નાશ કરવાના ખૂબ સુંદર ઉપાયો દર્શાવ્યા છે. તપ અને ગુરુકૃપા - આ બે જીવનમાં પ્રવેશી જાય તો બ્રહ્મચર્ય - પાલન સાવ સુલભ છે, તેવું પૂજ્યશ્રીએ ખૂબ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે. યોગાસનો દ્વારા ઉર્ધ્વરેતા બનવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. વાસનાઓથી બચવા માટેના પાંચ ઉપાયો પૂજ્યશ્રીએ ઉંડા ચિંતન બાદ દર્શાવ્યા છે. છેલ્લા પ્રકરણમાં વાસના - મુક્તિ માટેના ત્રણ રામબાણ ઉપાયો (૧) સ્વદ્રવ્યથી એક કલાક જિનપૂજા (૨) સન્મિત્ર સમાગમ (૩) ભવ-આલોચના - પૂજ્યશ્રીએ દર્શાવીને વાસના-પીડિત જનોને બચાવવા અજબ-ગજબ ઉપકાર કર્યો છે. આ પુસ્તક વાંચનથી અનેક યુવાનોને પોતાની ભૂલો સમજાણી છે. તેઓ સન્માર્ગે વળ્યા છે. આ પુસ્તક વાંચન બાદ જો પૂજ્યશ્રીએ દર્શાવેલા ઉપાયો આચરણમાં ઉતારવામાં આવશે, તો જીવનમાં શાંતિ, શરીરમાં આરોગ્ય, મરણમાં સમાધિ આદિ શુભ બાબતો પ્રવેશી જશે.
Language title : જોજે; અમૃતકુંભ ઢોળાય ના
Category : Books
Sub Category : Self-Help (Jainism)
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 162

Advertisement

Share :