Read now

Pratikraman Sutra Vivechana Part-2

પ્રતિક્રમણ સૂત્ર વિવેચનાના બીજા ભાગમાં સામાયિક દંડક સૂત્ર (કરેમિ ભંતે)થી ભગવદાદિ વન્દન સૂત્ર સુધીના સૂત્રોના વિસ્તારથી અર્થ વગેરે પુજયશ્રીએ ખૂબ સુંદર શૈલીમાં આલેખ્યા છે. પૂજ્યશ્રી જણાવે છે કે સર્વ સૂત્રોમાં શિરોમણિ સુત્રો બે : શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર અને સામાયિક દંડક સૂત્ર (કરેમિ ભંતે). કરેમિ ભંતે સૂત્રના વિવેચનમાં છ આવશ્યક અંગે સુંદર સમજણ આપી છે. શ્રી જગચિંતામણિ સૂત્રના વિવરણમાં સ્થાપનાનિક્ષેપાની (મૂર્તિપૂજાની ) મહત્તા સુસ્પષ્ટ શૈલીમાં પૂજ્યશ્રીએ જણાવી છે. શ્રી નમુત્થુણં સૂત્રના વિવરણમાં અરિહંત પરમાત્માના ઉત્કૃષ્ટ વિશેષણોની સરળ ભાષામાં સમજણ આપી છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનું વિવરણ વાંચ્યા બાદ આ મહાન સૂત્ર ઉપર શ્રધ્ધાવૃધ્ધિ થયા વિના ન રહે. દીક્ષાદિનથી લગાતાર દરરોજ ૧૦૮ વાર પૂજ્યશ્રી આ મહાન સૂત્રનું અવશ્ય સ્મરણ કરે છે. પ્રભુના પ્રભાવથી જ પ્રાપ્ત થતી ૧૩ વસ્તુઓથી માંગણી પ્રાર્થના સૂત્રમાં ભક્ત દ્વારા કરવામાં આવી છે. પૂજ્યશ્રીએ આ સૂત્ર ઉપર કમાલ વિવરણ કર્યું છે . અનુમોદના દ્વારા અનુપમ લાભ આપનાર શ્રી અરિંહંત ચેઇયાણં સૂત્રના વિવેરણમાં અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપન કરીને તેમની સ્તવના કરવા જણાવ્યું છે. ધર્મક્રિયા કરતી વખતે બોલાતા સૂત્રો વખતે અંતરમાં આ અર્થો રમતા હશે તો જીવ વિશુધ્ધ પુણ્ય બાંધી શકશે અને ઘણાં પાપો બાળી શકશે.
Language title : પ્રતિક્રમણ સુત્ર વિવેચના ભાગ-2
Category : Books
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 216
Keywords : a

Advertisement

Share :