Read now

Sutraath Pradeepika

બાળકોની ભાષામાં લખાયેલું સૂત્રોના અર્થનું ખૂબ સુંદર શૈલીમાં વિવરણ કરતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ધર્મક્રિયા વખતે શુભ ભાવોનો ઉછાળો લાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. ‘શ્રી જગચંતામણિ’ સૂત્રમાં ચૈત્યો, જિનપ્રતિમાઓ તથા વર્તમાન કાળના વિચરતા અરિહંત ભગવંતોને વંદના કરવામાં આવી છે. ‘શ્રી તીર્થવંદન સૂત્ર (જંકિંચિ સૂત્ર)’ દ્વારા સઘળાં તીર્થોને અને સઘળી જિન પ્રતિમાઓને વંદન કરવાનો અનુપમ લાભ મળે છે. તારક તીર્થંકર દેવોના અદ્‌ભુત ગુણો યાદ કરવા પૂર્વક તેમની સ્તવના ‘શ્રી નમુત્થુણં સૂત્ર’ દ્વારા કરવામાં આવી છે. ત્રણ લોકના સઘળાં ચૈત્યો (જિનમંદિરો)ને ‘જાવંતિ ચેઇઆઇ સૂત્ર’ દ્વારા વંદના કરવામાં આવી છે. ત્રણ દંડથી વિરામ પામેલાં સઘળાં સાઘુ ભગવંતોને ‘જાવંત કેવિ સાહૂ’ સૂત્ર દ્વારા વંદના કરવામાં આવી છે. શ્રી ઉવસગ્ગહરં સૂત્ર દ્વારા દુઃખ નાશ અને સમ્યક્‌ત્વ - પ્રાપ્તિની પ્રભુપ્રાર્થના કરવામાં આવી છે. શ્રી જયવીયરાય સૂત્ર (પ્રાર્થના સૂત્ર)માં તેર વસ્તુઓની પ્રભુ પ્રાર્થના કરવામાં આવી છે. શ્રી જિનેશ્વર ભગવંતો, તેમણે પ્રબોધેલા આગમ - શાસ્ત્રો, આગમોનું જ્ઞાન મેળવવામાં ઉપકાર કરનારી શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ શ્રી કલ્લાણકંદં સૂત્ર દ્વારા કરવામાં આવી છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સૂત્રોના ખૂબ સુંદર અર્થ રહસ્યો પ્રગટ કર્યા છે. આ પુસ્તક ખાસ મનનીય છે.
Language title : સૂત્રાથ પ્રદીપિકા
Category : Books
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 235
Keywords : a

Advertisement

Share :