Read now

Katha Praveshika

પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં જૈન ઇતિહાસની અદ્‌ભુત કથાઓને રસાળ શૈલીમાં રજુ કરી છે. પ્રભુ મહાવીર- ભક્ત પૂજ્યશ્રીએ દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામીના જીવન-પ્રસંગો સુંદર શૈલીમાં આલેખ્યા છે. અમરકુમારની કથા શ્રી નવકાર-મહામંત્ર પ્રત્યે શ્રધ્ધાવૃધ્ધિ કરવામાં અચૂક સહાય કરે છે. મુનિ કીર્તિધર અને મુનિ સુકોશલની કથામાં સંસારની સ્વાર્થમયતા સ્પષ્ટ દેખાય છે. બન્ને ઉત્તમ મુનિઓનો સમતાભાવ જોઇને મસ્તક ઝૂક્યા વિના ન જ રહે. બાળમુનિ અઇમુત્તાજી એ પશ્ચાત્તાપ દ્વારા સાવ નાની ઉંમરે કૈવલ્ય-રત્ન મેળવી લીધું . વંકચૂલે લીધેલી પ્રતિજ્ઞાઓનું પૂરી મક્કમતાથી પાલન કરવાથી તેને થયેલા સુંદર લાભો જાણ્યા બાદ મહાન પ્રતિજ્ઞા ધર્મ ઉપર જીવનની આસ્થા વધ્યા વિના ન જ રહે. અરિહંતના મહાન આરાધક દેવપાલની “પ્રભુભક્તિ” જોઇને આવી અનુપમ પરમાત્મભક્તિ પ્રત્યે જીવનને આકર્ષણ થશે તો ..... મુનિ ગજસુકુમાળનો અપૂર્વ સમતાભાવ આંખોને ભીની કર્યા વિના ન રહે. “કોઇ દોષી જીવ ધિક્કાર પાત્ર નથી “- આ સનાતન સત્ય ચંડરુદ્રાચાર્યની કથામાંથી પ્રગટ થાય છે. સમતાસાગર ઢંઢણઋષિની કથા કર્મની ભયાનકતા સમજાવી જાય છે. મહાન જૈન શાસન પ્રભાવક વજ્રસ્વામીજીના વિવિધ પ્રસંગો ઘણો બોધ આપી જાય છે.
Language title : કથા પ્રવેશિકા
Category : Books
Sub Category : Story (Jainism)
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 172
Keywords : a

Advertisement

Share :