Read now

Katha Pradeepika

(0 Reviews)
પૂજ્યશ્રીએ કથા-માધ્યમે આ પુસ્તકમાં સુંદર બોધ-ગંગા વહાવી છે. આ બોધ-ગંગામાં ભાવસ્નાન કરનાર ભાવુક આત્માઓ અચૂક અશુભ કર્મમળથી ખાલી થયા વિના નહીં રહે. અન્યાય સામે બળવો પોકારનાર જટાયુની જવાંમર્દી આજના નિર્માલ્ય યુવાધનને જગાડવા સક્ષમ છે. દૂબળા - પાતળાં સંન્યાસીની કથામાં બ્રહ્મચર્યની પ્રચંડ તાકાત સરસ રીતે જણાવી છે. રામ અને ભરતનો ભ્રાતૃપ્રેમ પૂજ્યશ્રીએ લાગણીશીલ શૈલીમાં વર્ણવ્યો છે. મમ્મણશેઠની કથામાં ધનમૂર્ચ્છાના પાપે થયેલી તેની સાતમી નરકની ગતિ વાંચ્યા બાદ આ ભયંકર પાપ પ્રત્યે સૂગ ઉભી થશે. ડો. ટોડરમલની કથા ‘માતાની મહાનતા’ ખૂબ સરસ રીતે સમજાવી જાય છે. ભોગાન્ધ ગોપીચંદને સંન્યાસના વાટે મોકલનાર ઉત્તમ માતા આજના કાળે ભરબપોરે દીવો લઇને શોધવા જઇએ તો પણ મળશે ખરી? રાવણે જગતને આપેલા બોધપાઠ વાંચ્યા બાદ રાવણને અધમ કદાપિ ન કહી શકાય? દાનવીર જગડુશાહની અજબ -ગજબ ની ઉદારતા આજના શ્રીમંતોમાં આવી જાય તો..... સંત બિભૂતાનંદનો ‘બ્રહ્મચર્ય-પ્રેમ’ ખરેખર પ્રશંસનીય છે. અનાસક્ત શાલિભદ્રની કથા સુપાત્રદાનનો અપૂર્વ મહિમા સમજાવી જાય છે. વીર વસ્તુપાળની અનુપમ ‘ગુરુભક્તિ’નો પ્રસંગ વાંચ્યા બાદ ગુરુ તત્વ પ્રત્યે ભારોભાર પ્રેમ વધશે તો.....
Language title : કથા પ્રદીપિકા
Category : Books
Sub Category : Story (Jainism)
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 180
Keywords : a

Advertisement

Share :  

Reviews