વિ.સં. ૨૦૫૯ની સાલનું ચાતુર્માસ પૂજ્યશ્રીએ પાલીતાણાની તીર્થભૂમિમાં કર્યું. શ્રમણ-શ્રમણીઓ અને દીક્ષાર્થી ભાઇ-બહેનોને શાસ્ત્રીય વાચનાઓ આપીને સંયમજીવનનું ઊર્ધ્વીકરણ કરવાનો પૂજ્યશ્રીનો ઉદૃેશ હતો. અપેક્ષા મુજબનું સુંદર પરિણામ મળ્યું. વાચનાઓનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયમ માટે આંતર જાગૃતિ જળવાઇ રહે અને તે વધતી રહે તે માટે બે બાબતો વિચારાઇ. (૧) “સંયમદૂત” જેવા નામનું માસિક પ્રગટ થાય જેમાં નકરી આત્મહિતકર વાતો હોય, જેનો સ્વાધ્યાય થતો રહે. વિ.સં.૨૦૬૦ના બેસતા વર્ષે તેનો પહેલો અંગ પ્રગટ થયો. (૨) બારથી પંદર શાસ્ત્રોમાંથી સાડા બારસો જેટલા અત્યન્ત સુંદર શ્લોકો ઉદ્ધૃત કરવા, બે ભાગમાં પુસ્તકાકારે પ્રગટ કરવા. (અનુવાદ સહિત) જો તે સાડાબારસો શ્લોકો (રોજનો એક શ્લોક ગોખાય તો ય ત્રણ વર્ષે પૂરા ગોખાઇ જાય.) કણ્ઠસ્થ કરી લેવાય અને યથાશક્ય રોજ ૩૦૦ થી ૫૦૦ શ્લોકોનો અર્થચિંતન સાથે પાઠ થાય તો રોજબરોજ તાજો વૈરાગ્યભાવ આવિર્ભાવ થતો જાય. સંયમ-જીવનનો આનંદ વર્ધમાન બનતો રહે. સાડાબારસો શ્લોકોના બે ભાગ કરવામાં આવ્યા, જેથી વિહારાદિમાં સાથે રાખવામાં સરળતા પડે. દેવ-ગુરુની કૃપાથી આ કાર્ય કમલ પ્રકાશન ટ્રસ્ટે એક જ માસમાં પૂર્ણ કર્યાથી ચાતુર્માસની પૂર્ણાહૂતિ પૂર્વે આ બે ભાગ ‘જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો’ એવા નામકરણ સાથે પ્રગટ થઇ શક્યા અને વાચનાર્થીઓના હાથમાં અર્પણ થયા.
Language title : જૈન શાસ્ત્રો ના ચૂંટેલા શ્લોકો ભાગ-1