Read now

Mari Ter Prathnao

શ્રી જયવીયરાય સૂત્ર(પ્રાર્થનાસૂત્ર) ની તેર પ્રાર્થનાઓ ઉપર પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સુંદર વિવેચન કર્યુ છે. આ સૂત્રમાં પરમાત્માના પ્રભાવથી તેર વસ્તુઓની પ્રાપ્તિ ભક્તજને માંગી છે. પૂજ્યશ્રીએ પ્રભાવનો અર્થ કૃપા કર્યો છે. આ પુસ્તકમાં બે પ્રકારના સૌન્દર્યો બતાવ્યા છે.લૌકિક અને લોકોત્તર સૌન્દર્ય. આ લૌકિક સૌન્દર્યમાં માનવીય ગુણોનો વિકાસ થયા પછી જ લોકોત્તર સૌન્દર્યનો ધાર્મિક વિકાસ થાય તેવી અપેક્ષા રખાઈ છે. લૌકિક સૌન્દર્યમાં જણાવાયેલ માબાપની સેવા નહિ કરીને જે માણસ લોકોત્તર સૌદર્યમાં કહેવાયેલા ધર્મગુરુની પાછળ ઘેલો થઈને ફરતો રહે છે; તે બરોબર ન કહેવાય તેવો ગર્ભિત નિર્દેશ છે. આ તો છ ડિગ્રી તાવમાં શુધ્ધ ઘી પીવા જેવી દશા કહેવાય. પહેલી પ્રાર્થના (ભોગસુખના બેફામપણા ઉપર મને નફરત થાઓ). બીજી પ્રાર્થના (હું હૈયાનો સરળ બનું). ત્રીજી પ્રાર્થના (હું કોઈને અસમાધિ ન કરું.) ચોથી (મારી ચિત્તસમાધિ સદા બની રહો.) પાંચમી પ્રાર્થના (મારા માતા પિતાદિ વડીલોનો હું ભક્ત બનું.) છઠ્ઠી પ્રાર્થના (હું માનવતાના કાર્યો કરું.)સાતમી અને આઠમી પ્રાર્થના (મને ધર્મદાતા ગુરુદેવોનો સુયોગ મળો અને એ ગુરુદેવોની આજ્ઞાની અખંડપણે હું આજીવન સેવા કરું.)નવમી પ્રાર્થના (મને ભવોભવ તારા ચરણોની સેવા મળે.)દસમી પ્રાર્થના (પરના દુઃખોનો;મારા દોષોનો ક્ષય થાઓ.) અગિયારમી પ્રાર્થના(મારા કર્મોનો ક્ષય થાઓ.)બારમી પ્રાર્થના(મને સમાધિમરણ મળો.)તેરમી પ્રાર્થના(મને સમ્યગ્‌દર્શનની પ્રાપ્તિ થાઓ.)આ તેર પ્રાર્થનાઓ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વિસ્તૃત વિવેચન કર્યુ છે.
Language title : મારી તેર પ્રાર્થનાઓ
Category : Books
Sub Category : Stavan Stuti Sajjay
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 526
Keywords : a

Advertisement

Share :