પૂજ્યશ્રીએ સહુ પ્રથમ સમૃધ્ધ અને વિરાટ હિન્દુસ્તાનની ગરિમા વર્ણવી છે. ભારત દેશ આધ્યાત્મિક રીતે પણ ખૂબ ઉન્નત હતો. ભારતીય પ્રજાના ભૈાતિક વિકાસનું મૂળ છે; પ્રાણીઓ (પશુ-વનસ્પતિ). ભારતીય પ્રજાના આધ્યાત્મિક વિકાસનું મૂળ છે; સંતો અને માતાઓ. દેશી-વિદેશી અંગ્રેજોએ આ ત્રણેયનો નાશ કયો છે. ભારતીય ધર્મસંસ્કૃતિને સાફ કરવા દ્વારા પ્રજાને સાફ કરીને આ દેશનો કાયમી કબજો લેવા માટે ગોરાઓ અવનવા દાવપેચો અજમાવી રહ્યા છે. ફાધર ડીસોઝાએ કહ્યું છે, “જેણે અમારા મેકોલે શિક્ષણની ડીગ્રી લીધી હોય તે તમામ ભારતીય લોકો ઇસુખ્રિસ્ત વિનાના ઇસાઇ બની ચૂક્યા છે; અથવા બનવાની તૈયારીમાં છે.” ભારતીય બંધારણમાં લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સમાનતા અને એકતાના જે ચાર આદર્શો મૂકવામાં આવ્યા છે તે પ્રજાને બરબાદ કરનારા છે, એવી પૂજ્યશ્રીની સમજ છે. આ ચારેની ખતરનાકતા પૂજ્યશ્રીએ અસરકારક શૈલીમાં વર્ણવી છે. સર્વનાશની આંધીમાં સપડાયેલી હિન્દુ પ્રજાનો જીવંત ચિતાર પૂજ્યશ્રીએ રજુ કર્યો છે.વિશ્વબેંકનું સહાય નામનું વિઘાતક શસ્ર આખા વિશ્વને પાયમાલ કરી રહ્યું છે. પ્રજાને ક્રિશ્ચયન બનાવવા માટેની પાઇલોટકાર તરીકે માંસાહાર હોવાથી ગોરાઓએ તેને ભારતમાં ધૂમ ફેલાવ્યો છે. પૂજ્યશ્રીએ પૂરી મર્દાનગીથી રાજકારણની કડવી વાતો પ્રસ્તુત પુસ્તકમાં આલેખી છે.