Aagamvani
(0 Reviews)
સૂરિપુરંદર પૂજ્યયાદ હરીભદ્રસૂરિજી મહારાજા રચિત ૩૨ અષ્ટકોમાંથી ૨૧ થી૩૨ અષ્ટકો ઉપર ખૂબ સુંદર વિવેચન પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સરળ શૈલીમાં કર્યુ છે. ૩૨ અષ્ટકોના અનુપમ પદાર્થો જીવને સૂક્ષ્મની સાધનાના પ્રેરક બન્યા વિના ન જ રહે. પૂજ્યશ્રી લખે છે. કે રાજ્ય, પ્રજા, સંસ્કૃતિ, ધર્મ અને શાસનને ગૌરવવંતા વ્યકિતત્વનું પ્રદાન કરવુ જ હોય તો સ્વને સૂક્ષ્મનું ધમધમતું કેન્દ્ર બનાવવું પડશે. ‘ધર્મવિચારે સૂક્ષ્મબુધ્ધ્યાશ્રયણ’ અષ્ટકમાં સૂક્ષ્મબૂદ્ધિથી ધર્મને સમજવા ઉપર પૂજ્યશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. ભાવશુદ્ધિ અષ્ટકમાં પૂજ્યશ્રી ખૂબ સરસ વાત લખે છે કે ‘ભાવશુધ્ધિનો ઉપાય ગુરુપારતન્ત્ર્ય છે.’ ‘શાસનમાલિન્ય નિષેધાષ્ટકમાં જણાવ્યું છે કે, ‘જે આત્મા અજાણતાં પણ શાસનમાલિન્યનું પાપ કરે છે તે આત્મા ઘોર પાપકર્મ બાંધે છે. અનંત સંસારમાં દારુણ વિપાકો ભોગવે છે.’ પુન્યાનુબંધિપુણ્યાદિ વિવરણ અષ્ટકમાં પુણ્યાનુબંધીપુણ્યની મૂંઠીઊંચેરી મહાનતા વર્ણવીને તેને ઉપાર્જન કરવાના ચાર કારણો ઉપર સુંદર વિવરણ પૂજ્યશ્રીએ કર્યુ છે. પુણ્યાનુબંધીપુણ્યપ્રધાન ફલ અષ્ટકમાં પૂજ્યશ્રી જણાવે છે કે, “દીક્ષાનું પ્રારંભ મંગળ જ માતા-પિતાની ઉત્કૃષ્ટ ભક્તિ છે. લૌકિક ગુરુ- માતાપિતાને અત્યંત ઉધ્વેગ પમાડવાનું અમંગળ કરનારની દીક્ષા સફળતા બક્ષતી નથી.” પૂજ્યશ્રીએ અનેક દૃષ્ટાંતો આપીને દરેક અષ્ટકના પદાર્થોને સુસ્પષ્ટ રીતે રજુ કરવામાં અદ્ભુત સફળતા આ ગ્રંથમાં પ્રાપ્ત કરી છે.
Sect :
Shwetambar
No. of Pages : 498
Advertisement
×
Libraries with this book
- Library 1
- Library 2
- Library 3