Read now

Juni Pedhine

બ્રહ્મચર્યપ્રેમી પૂજ્યશ્રીએ નવી પેઢીના કારમા અધઃપતનને જોયા બાદ જૂની પેઢીના બિરાદરોને ‘આત્મનિરીક્ષણ’ કરવા માટે ખૂબ ધારદાર કલમે આ પુસ્તકમાં ‘હૈયાવરાળ’ ઠાલવી છે. ૨૫-૩૦ વર્ષ પૂર્વે લખાયેલા આ પુસ્તકમાં નવી પેઢીના ચારિત્ર બાબતમાં અતિ ખરાબ હાલત લખેલી છે તો વર્તમાનમાં શું હાલત હશે ! એની કલ્પનામાત્રથી ‘ચારિત્રપ્રેમી’ આત્મા ધ્રૂજી ગયા વિના ન રહે. માંસપિંડને જન્મ આપીને જ કાંઇ મા-બાપ બની જવાતું નથી. એ માંસપિંડમાં સુસંસ્કારોનું આધાન કરવા માટે માબાપોએ ઘણા બધા સદાચારો જીવનસાત્‌ કરવા જ પડશે. આ પુસ્તકમાં અનેક સત્ય પ્રસંગો આપીને પૂજ્યશ્રીએ કમાલ કરી છે. સિનેમા, સહશિક્ષણ અને પ્રણયકથાની ત્રિપુટીએ નવી પેઢીના યૌવનને ભડકે બાળવા ભયાનક ચિનગારી ચાંપી છે. જો વડીલોને સિનેમા આદિનો ભયાનક રાગ રગ-રગમાં વ્યાપી ગયો હશે તો... પુસ્તકના ત્રીજા પ્રકરણમાં પૂજ્યશ્રીએ આશ્રિત વર્ગ ઉપર પહેલેથી જ ધાક બેસાડવાની સુંદર વાતો કરી છે. વડીલોએ પ્રેમાળ વર્તન જ રાખવું જોઇએ છતાં વડીલોનો એવો તાપ પણ આશ્રિતો ઉપર અવશ્ય રહેવો જ જોઇએ, જેથી એ લોકો વધુ પડતી છૂટછાટો લેતા આપમેળે જ અચકાતાં રહે. ‘સંતાનોના સુસંસ્કારો વૃદ્ધિ પામે’ એવી ભાવના રાખનાર દરેક વડીલોએ આ પુસ્તક વાંચીને ખરેખર ચેતી જવાની જરૂર છે, કારણ કે સુસંસ્કારી સંતાનો જ ઘડપણમાં માતાપિતાના સાચા સેવક બને છે, જ્યારે.....
Language title : જૂની પેઢીને
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 76
Keywords : a

Advertisement

Share :