Read now

Lokapvad Tyag

(0 Reviews)
પૂજ્યશ્રીએ ‘લોકાપવાદભીરુતા’ અંગે આ નાનકડી પુસ્તિકામાં અદ્‌ભુત લખાણ કર્યુ છે. જે પ્રવૃત્તિ પ્રત્યે સારા માણસો - શિષ્ટ લોકો - આંગળી કરે, ઠપકો આપે એવી તમામ પ્રવૃત્તિ કરતાં અંતરમાં ફફડાટ ઉત્પન્ન થવો, ભય જાગી જવો જોઇએ કે, ‘સારા માણસો મારા માટે શું બોલશે ? કે હું ખરાબ માણસ છું?’ - આનું નામ ‘લોકાપવાદભીરુતા’ જો નિષ્પાપ જીવન જીવવું હોય, આ લોકમાં શાન્તિ અને મરણમાં સમાધિ પામવી હોય તો સહુ ‘લોકાપવાદભીરુ’ બની જાઓ. શ્રીમંતાઇનો નશો ચડ્યા પછી આ જગતના શિષ્ટ પુરુષોનો પણ એ શ્રીમંતોનો ભય રહેતો નથી. આ નિર્ભયતા તેમના જીવનની ચાદર પાપોથી કાળીમેંશ કરી નાખે છે. એક સમય એવો હતો કે દેવાળું ફૂંકનાર માણસ રકમ પૂરેપૂરી ભરપાઇ કરી શકે તેમ ન હોય તો આત્મહત્યાના માર્ગે ચાલ્યો જતો, જયારે આજે જાણી બુઝીને દેવાળું ફૂંકી નાંખ્યાની જાહેરાતો કરવામાં અપાર ગૌરવ અનુભવાય છે. જે આર્ય માનવ સ્વભાવિક રીતે જ પાપ ન કરતાં તે ઉત્તમ આર્ય કહેવાતો. પરલોકના દુઃખભયથી જે પાપ ન કરતો તે મધ્યમ આર્ય કહેવાતો અને લોકાપવાદ (પાપ કરીશ તો લોકો મારી નિંદા કરશે)ના ભયથી જે પાપ ન કરતો તે અધમ કક્ષાનો આર્ય ગણાતો. છેલ્લી કક્ષાના આર્ય બનવું પણ આજે મુશ્કેલપ્રાયઃ બની ગયું છે. જેણે માણસ બનવું હોય તેણે સદાચારી બનવું જ જોઇએ. એમાં પ્રાથિમક કક્ષાના કેટલાક સદાચારોમાં ‘લોકાપવાદ-ભીરુત્વ’ની અનિવાર્ય જરુરિયાત છે.
Language title : લોકાપવાદ ત્યાગ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 32
Keywords : a

Advertisement

Share :  

Reviews