ઇ.સ. ૧૯૫૭થી ૨૦૫૭નો આ તબક્કો ‘સ્વરાજ’ના લોખંડી ચોકઠા દ્વારા અંગ્રેજોએ પોતાનું કાયમી રાજ ભારતમાં સ્થિર કરી દેવાનો છે. અમુક સ્કીમને આધારે જ ભારતને સ્વરાજ્ય આપવાથી શેષ અંશમાં આજે પણ ઇંગ્લેન્ડની સત્તાઓ નીચે ભારત છે. તેના પર ઇંગ્લેન્ડની સત્તા કાયમ છે. પ્રાચીન મર્યાદાઓ, બંધનોને ફેંકી દેવામાં આપણે સ્વતંત્ર થયા છીએ. નવી પાશ્ચિમાત્ય પ્રગતિઓ(?), રીતરસમો સ્વીકારવામાં આપણે સ્વતંત્ર થયા છીએ. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં મનના ખૂબ મેલા ગોરાઓની ભયાનક માયાજાળને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આખા વિશ્વના માલિક બની જવાની તેમની કુઇચ્છાને કારણે તેઓએ અનેક નિર્દોષોને ભારે ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યા છે. ‘સ્વ-રાજ’નો અર્થ હકીકતમાં એ છે કે ગોરાઓનું ભાવિ કાયમી રાજ (ભારતમાં). એવા સ્વરાજને આપણા જ હાથે, આપણા જ લોહીએ અને મોતે આપણે જ તૈયાર કરવાનું.... આ પુસ્તકમાં શ્રાધ્ધરત્ન, સંસ્કૃતિહિંતચિંતક પ્રભુદાસભાઇ બેચરદાસ પારેખના લેખો પણ ખૂબ મનનીય છે. ‘ભયાનક ભાવીની પૂર્વભૂમિકાઓ’ - આ પ્રકરણ શાંત ચિત્તે ખરેખર વાંચવા જેવું છે. થોડાક પણ સાચા સંતોનું જો આ ધરતી પર અવતરણ થઇ જાય તો બગડેલી બધી બાજુ સુધરવાનો ‘આશાવાદ’ પૂજ્યશ્રીએ વ્યક્ત કર્યો છે. આ ‘સંતશક્તિ’ ગોરાઓના ભયાનક ભાવિ પ્લાનોને હવામાં ઉડાડી દેવા સમર્થ છે.