Read now

Trilokguru Mahavirdev

(0 Reviews)
તીર્થકર પરમાત્મા મહાવીરદેવની સમવસરણમાં વાગ્ધારા આ હતી કે ‘નિર્વાણપદ પામવા સૌથી પ્રથમ શરત એ છે કે તે આત્માએ સંસારના સુખને જ સૌથી વધુ ખરાબ, ખતરનાક માનવું જોઇએ. સુખ ખરાબ, સુખની ભોગ સામગ્રીઓ ખરાબ, સુખનો ભોગવટો ખરાબ, ધન ખરાબ.’ ત્રિલોકગુરુ મહાવીરદેવ પ્રત્યે હૈયાના સર્વોચ્ચ ભક્તિભાવ ધરાવનાર પૂજ્યશ્રીએ તારકદેવનું લોકોત્તર અતિશયોથી સંપન્ન વ્યક્તિત્વને ઉપસાવવાનો ખૂબ સુંદર પ્રયાસ આ પુસ્તકમાં કર્યો છે. પૂજ્યશ્રીએ સૌપ્રથમ સંક્ષિપ્તમાં પ્રભુ મહાવીર દેવના ૨૭ ભવનું હૃદયંગમ વર્ણન કર્યુ છે. આ ચોવીસીના ૨૩ તીર્થંકરોની સાધના કરતાં દેવાધિદેવ પ્રભુ મહાવીરદેવની દીક્ષા બાદની સાધના ખૂબ ‘ઉગ્ર’ હતી. આ ઉગ્ર સાધનાને પૂજ્યશ્રીએ સુંદર ‘શબ્દદેહ’ આપ્યો છે. અધમ સંગમે છ મહિના સુધી પરમ તારકને ભયંકર ત્રાસ આપ્યો છતાં સંગમ ઉપરની અસીમ કરુણાને કારણે પરમ તારકના નયનો આંસુથી ભીંજાયા. ચંદનાનો ‘અભિગ્રહપ્રસંગ’ પૂજ્યશ્રીએ લાગણીશીલ શૈલીમાં વર્ણવ્યો છે.’ પરમ તારકે પૂર્વના ભવોમાં ભાવેલી પરા કોટિની કરુણાભાવનાને કારણે કેવળજ્ઞાન બાદ પંખીઓ શુભશુકનસૂચકશબ્દો વડે જગબંધુનો જયજયકાર જગવતા. ત્રણ જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આસો વદ અમાસે મોક્ષે સિધાવ્યા. ત્રિભુવનમાં તેજ પાથરતા ભાવદીપકના વિયોગની વસમી વેદનાની આંશિક પણ પૂર્તિ કાજે પ્રભુભક્ત રાજાઓ વગેરેએ દ્રવ્ય દીવાઓ પેટાવ્યા અને દિવાળી પર્વ પ્રવર્તાવ્યું.
Language title : ત્રિલોકગુરુ મહાવીરદેવ
Category : Books
Sub Category : Biography - Charitra
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 68
Keywords : a

Advertisement

Share :  

Reviews