Read now

Prakash Verta Pravachano

પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં છ પ્રવચનો વિસ્તારથી ખૂબ સરસ રીતે સમજાવ્યા છે. પ્રથમ પ્રવચનના વિસ્તારમાં સંસારીજીવોની સૌથી વહાલી ત્રણ ચીજો-આરોગ્ય, આબરૂ અને સંતાનો-બગડવા નહિ દેવાની પૂજ્યશ્રીએ સુંદર વાત કરી છે. ત્રણ વસ્તુના બગાડમાં મહત્વના પરિબળ તરીેકે ‘ધન’ને ખૂબ ખરાબ વસ્તુ કહી છે. તેમાં ખોટા રસ્તેથી મેળવેલો પૈસો તો અતિ અતિ ખરાબ છે. આ પૈસો બુધ્ધિભ્રષ્ટ કરીને જીવનભ્રષ્ટ કરી નાંખે છે. બીજા પ્રવચનમા સુખી થવાના સચોટ ઉપાય તરીકે ધનવાન નહિ પણ ગુણવાન બનવાની સલાહ આપી છે. સંયુક્ત કુંટુંબના ઘણા ફાયદાઓ વર્ણવ્યા છે. કુંટુંબના ચાર ઘટકો - માતાપિતા, પતિપત્ની, સંતાનો, નોકરો -પ્રત્યે અપૂર્વ સ્નેહ ભાવ રાખવાનું પૂજ્યશ્રી જણાવે છે. ત્રીજા પ્રવચનમાં આત્માઓનું સ્વરૂપ જણાવ્યું છે. સ્વદુઃખે તૂટે તે શેતાન, સ્વદુઃખે ભક્ત કે જ્ઞાની બનો. પરદુઃખે તુટે તે ઈન્સાન. સ્વપાપે તૂટે તે મહાન. ઈશવિરહમાં તૂટે તે ભગવાન. ચોથા પ્રવચનમાં સંસ્કૃતિના મૂલ્યો, મર્યાદાઓનું આગવું મહત્વ જણાવીને તેની રક્ષા માટે શોર્ય પેદા કરવા જણાવ્યું છે. શોર્ય માટે “બ્રહ્મચર્ય” ખાસ આવશ્યક વસ્તુ જણાવી છે. પાંચમાં પ્રવચનમાં તપોવન દ્વારા જીવનઘડતરની અનેક સુંદર વાતો આલેખી છે. છઠ્ઠા પ્રવચનમાં કરૂણાર્દ્ર પૂજ્યશ્રીએ જીવદયાનો અપૂર્વ મહિમા ગાયો છે.
Language title : પ્રકાશ વેરતા પ્રવચનો
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 160
Keywords : a

Advertisement

Share :