મોક્ષપ્રધાન ચાર પુરુષાર્થની (અર્થ, કામ, ધર્મ, મોક્ષ), સંસ્કૃતિને કારણે આર્યપ્રજા લાખો વર્ષોથી સુખ + શાંતિથી જીવતી હતી. ધર્મ મોક્ષપ્રધાન જ જોઇએ, અર્થ નીતિપ્રધાન જ જોઇએ, કામ સદાચારપ્રધાન જ જોઇએ, અને મોક્ષ માત્ર સાધ્ય હોવું જોઇએ. આ આયોજન આજે ખતમ થયાની વાત પૂજ્યશ્રી લખે છે. ‘ધર્મનાશક સુરંગો’ - પ્રકરણમાં પૂજ્યશ્રીએ ધર્મનાશ કરવા ગોઠવેલી તરકીબોને ઉઘાડી પાડી છે. ‘નારીશક્તિ’ પ્રકરણમાં પૂજ્યશ્રી લખે છે કે, ‘ઝવેરાતોનું ય જે ઝવેરાત છે તે નારીને સ્વાતંત્ર્ય (શીલસંબંધિત) આપી શકાય નહીં. બુધ્ધિજીવીઓએ સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો કરીને તેના શીલના ફુરચેફુરચા ઉડાવ્યા છે. જે પ્રજાનું ‘નારીતત્વ’ નિસ્તેજ અને નિર્માલ્ય થશે એ પ્રજા ઘણા સૈકાઓ સુધી આ જગત ઉપર જીવતી રહે એ વાત સંપૂર્ણપણે વજૂદ વિનાની લાગે છે. મોક્ષમાર્ગના પાઠ શીખવવા સુધીનું શિક્ષણ આપતો આપણો તપોેવન પધ્ધિતનો ઢાંચો ખસેડી નાખીને માત્ર ભોગલક્ષી, હેતુવિહીન શિક્ષણનો નવો ઢાંચો આજે ભારતીય પ્રજાના ગળે ફાંસલો બની ચૂકયો છે. આ શિક્ષણમાં માંસાહાર અને જાતીય શિક્ષણના પાઠો શરુ કરીને ભારતીય સંસ્કૃતિના મૂળીયાં ઉખેડી નાંખવાનો ખતરનાક પ્લાન ગોરાઓએ ઘડી કાઢયો છે. છેલ્લા પ્રકરણમાં સાચા સંતની શક્તિનું ઉત્કૃષ્ટ વર્ણન કર્યું છે. પાંચ ગુણોથી યુક્ત સાચા સંતનો ‘સિંહનાદ’ સંભળાયો નથી અને.....