Read now

Dambh Part-1

(0 Reviews)
પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્‌ યશોવિજયજી મહારાજાના ‘અધ્યાત્મસાર’ ગ્રંથના ‘દંભ અધિકાર’માંથી ૧થી ૧૨ શ્લોકોનું હૃદયપરિવર્તક વિવરણ વાંચ્યા બાદ દંભની ખતરનાકતા અને સરળતાની મહાનતા સમજાયા વિના ન રહે. મોક્ષરુપી વેલડીને ખાઇ જનાર અગ્નિરુપી દંભથી છેટા રહેવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. આ દંભ દુર્ભાગ્યનું કારણ છે. કામરુપી અગ્નિને જાગ્રત થવા માટે આ દંભ લાકડા સમાન છે. બધા પાપોનો આ દંભ ‘મિત્ર’ છે. વ્રતરુપી લક્ષ્મીનો ચોર આ દંભને ખરેખર ઓળખવા જેવો છે. અંતરમાં ભૂંડા હોવા છતાં સારા દેખાવાની તુચ્છ મનોવૃત્તિમાંથી આ દંભનો જન્મ થાય છે. દંભને સાથે રાખીને સંસાર સાગરને પાર ઉતરવાની ઇચ્છાવાળો લોઢાની નાવથી સમુદ્ર તરવાની ઇચ્છાવાળો છે. શ્રમણજીવનના કેશલોચ, બ્ર્રહ્મચર્યપાલન વગેરે ધર્મો જો દંભથી ખરડાયેલા હોય તો નિષ્ફળ જાય છે. રસલંપટતા, દેહવિભૂષા, કામભોગો છોડવા સુકર છે પણ દંભત્યાગ દુષ્કર છે. મોહરાજનું કેવું ભયંકર આધિપત્ય કે ભાગવતી દીક્ષાને પણ તે નિષ્ફળ કરી નાખે છે (જો તે દંભથી ખરડાયેલી હોય તો) પૂજ્યશ્રીએ બાર શ્લોકોના વિવેચનમાં ખૂબ કમાલ કરી છે. દરેક શ્લોકનું હૃદયસ્પર્શી વિવેચન વાંચ્યા બાદ વાંચકની આંતરદૃષ્ટિનો ઉઘાડ થયા વિના ન રહે. દંભને દેશવટો આપવા તે જરુર કટિબધ્ધ બને.
Language title : દંભ ભાગ-1
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 52
Keywords : a

Advertisement

Share :  

Reviews