Read now

Chintan Ni Chingario

(0 Reviews)
શાસ્ત્રોનું મંથન કરીને શાસ્ત્રવેત્તા પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં અનેક ચિંતનામૃતો પીરસ્યા છે. આ ચિંતનોના મનનથી આત્મામાં જ્ઞાનપ્રકાશ પથરાય છે. પૂજ્યશ્રીના તે ચિંતનોમાંથી થોડા ચિંતનોનો રસાસ્વાદ માણીએ. સુખ વહેંચશો તેમ વધશે, દુઃખ વહેંચશો (બીજાને માત્ર કહી દેવા રુપે) તેમ ઘટશે. દુઃખથી જ ડરે તે પાકો સંસારી, પાપથી જે ડરે તે પાકા સંત. પાપોથી ભયભીત થઇને જ ભગવાનનું શરણું લઇએ તો જ મોક્ષ મળે. જગતના જીવોને જે આપશો તે પામશો. સુખ આપે તે સુખ પામે. દુઃખ આપે તે દુઃખ પામે. ધર્મશાસન માત્ર વિચારોની શુદ્ધિથી ચાલે નહીં, તે માટે આચારશુદ્ધિ પણ એટલી જ અનિવાર્ય છે. સર્વજીવમૈત્રી, જડ પ્રત્યે વિરાગ, પરમાત્મા - ભક્તિ, ધર્મશાસ્ત્ર પ્રત્યે કટ્ટર પક્ષપાત - આ ગુણો જેના જીવનમાં હોય તે મોક્ષનો આરાધક. ધર્મશ્રવણ કરવાનો અધિકાર બે જ પ્રકારના માણસોને છે (૧) રાગદ્વેષને ખરાબ માનનારાઓને (૨) અમારા મનમાં રાગાદિને ખરાબ માનવાની વૃત્તિ જાગે તો સારું એવી તીવ્ર ભાવનાવાળાઓને. જીવનની કાળી પળોમાં થઇ જતા કેટલાક ઉગ્ર પાપો આ જ જીવનમાં દુઃખો પ્રગટ કરીને માનવીને ‘ત્રાહિમામ્‌’ પોકરાવી દે છે. ગૌરવવંતા ભૂતકાળમાં લોકોના ભોગમાં ય ત્યાગનાં દર્શન થતાં. આજે તો ત્યાગમાં ય ભોગના દર્શન થવા લાગ્યા છે.
Language title : ચિંતનની ચિનગારીઓ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 44
Keywords : a

Advertisement

Share :  

Reviews