Read now

Paskhayuddha Ke Dharmayuddha

(0 Reviews)
શીલ ધર્મની પ્રતિષ્ઠા ખાતર આચાર્ય ભગવંત કાલકસૂરિજી ધર્મયુધ્ધ લડયા જ હતા ને ? મુનિરક્ષા કાજે મન્ત્રીશ્વર વસ્તુપાળે રાજની સામે માથું ઉંચકયું જ હતું ને ? યુધ્ધ જો થવાના જ હોય તો આવા ધર્મયુધ્ધો થવા જોઇએ. પણ અફસોસ ! આજના બુધ્ધિજીવીઓને ખપે છે, પક્ષયુધ્ધો, પક્ષ માટે જ એમણે ઝઝૂમવું છે. ધર્મ સાથે જાણે કે એમની ઝાઝી નિસ્બત જ નથી. જયાં પક્ષવાદ પેઠો છે ત્યાંથી ધર્મવાદે, રાષ્ટ્રવાદે, પ્રજાહિતવાદે વિદાય લીધી છે. ‘સ્વપક્ષનો નાલાયક પણ છાવરવાને યોગ્ય’ - આ છે અંધ પક્ષપરસ્તીની વિઘાતક મનોદશા. પક્ષયુધ્ધની વિનાશકતાને આ બુધ્ધિજીવીઓ નજરમાં લાવે તો સારું, જેથી શ્રી જિનશાસન ઘણાં બધાં અહિતોના ઓળામાંથી ઉગરી જાય. પક્ષયુધ્ધ ખેલનારા તત્વો વિપક્ષની અનિચ્છનીય વાતો સામે જ યુધ્ધે ચડતા નથી પરંતુ એની સારી, સાચી અને શાસ્ત્રીય વાતોની સામે પણ બાંયો ચડાવી દે છે. કેમકે એમનો તો એક જ ન્યાય છે, વિપક્ષની બધી વાત સામે વિરોધ કરવો. શાસનના યોગક્ષેમ ખાતર પોતાનું સર્વસ્વ અર્પી દેવાની વૃત્તિ પક્ષવાદીઓમાં ભાગ્યે જ પ્રગટ થતી હોય છે. પૂજ્યશ્રી પોતાની હૈયાવરાળ ઠાલવતા લખે છે કે, ‘શ્રી જિનશાસનના અભ્યુદયનું દર્શન કરવું હોય તો આ પક્ષયુધ્ધને ખતમ કરવું જ પડશે. જેને યુધ્ધ કરવાની ટેવ જ પડી હોય તેઓ ધર્મયુધ્ધમાં ભરતી થઇ જાય એ જ વર્તમાન સમયની સૌથી મોટી માંગ છે.’
Language title : પક્ષયુદ્ધ કે ધર્મયુદ્ધ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 52
Keywords : a

Advertisement

Share :  

Reviews