Read now

Janta Jaage

(0 Reviews)
જ્યારે આર્યાવર્તની સંસ્કૃતિ અને મોક્ષલક્ષી તમામ ધર્મો કોઇ ભેદી અને જીવલેણ ભયના ઓથાર નીચે ક્યારના સપડાઇ ચુક્યા છે ત્યારે જાગરણનો આ સમય છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ ટુંકા લેખો દ્વારા વિવિધ વિષયો ઉપર સુંદર પ્રકાશ ફેંક્યો છે. આ પુસ્તકમાંથી કેટલાક વિચાર-કણો.... ‘જ્યાં આત્માતત્વનું ચિંતન નથી ત્યાં જીવનમાં અશાન્તિ, મરણે અસમાધિ, પરલોકે દુર્ગતિ... સિવાય કશું જ નહિ.’ બંધન તો આપણા માટે ઉપકારક બની રહ્યા છે.! બંધન વિનાનું ઢોર તો હરાયું કહેવાય છે! નારીનેે,બાળકને, શિક્ષિતને- સહુને બંધનોની (મર્યાદાઓની ) તાતી જરુર છે.’ કેવી કાયદાની કલમો ! જન્મેલાં બાળકને જો કોઇ માતા મારી નાંખે તો તે ગુનોગાર ! પણ ગર્ભમાં મારી નાખે તો નિર્દોષ.!! ‘જો આ દેશની નારી શીલવંતી બની જાય, જો સંતો સંસ્કૃતિનું જાગરણ કરવાના પ્રયત્નોમાં સતત લાગી જાય, પશુમાત્રની રક્ષાની કામગીરીમાં સરકાર લાગી પડે તો ભારતની પ્રજાના સુખ- શાંતિ સર્વત્ર છલકાઇ જાય.’ ‘આત્મામાં ભયંકર પ્રદુષણો ફેલાવતાં સિનેમા પ્રત્યે વડીલજનો ગંભીરદૃષ્ટિથી ચિંતા કેમ કરતાં જ નથી!’ ‘જે કાળમાં ‘પૈસો’ વધુ ને વધુ મહત્વ પ્રાપ્ત કરે તેના જેવો સર્વ પાપ-ભરપુર બીજો કોઇ પણ કાળ નહિ હોય!’ ‘જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ! દુઃખ દેશો તો દુઃખ જ મળશે. પ્રેમ આપશો તો પ્રેમ જ મળશે. મોત આપશો મોત મળશે. ધિક્કાર આપશો તો ધિક્કાર મળશે.’
Language title : જનતા જાગે
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 86
Keywords : a

Advertisement

Share :  

Reviews