પૂજ્યશ્રીએ અનેક વિષયો ઉપર સુંદર ચિંતન-નવનીત આ પુસ્તકમાં પીરસ્યું છે. અનાસકિતના પુષ્કળ લાભો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્ણવ્યા છે. ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિના સાત લૌકિક સૌંદર્ય ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર સમજણ આપી છે. દૃષ્ટિદોષ+દોષદૃષ્ટિ - બે પાપોની સુંદર સમજ આપીને તેનાથી વેગળા રહેવાની પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે. ‘કુસંગ ત્યાગો’ - આ લેખમાં પૂજ્યશ્રીએ નવી પેઢીને કુસંગથી બચાવવા ખાસ પ્રેરણા કરી છે. ભયંકર ગરીબી, બેકારીના આ કાળમાં કરુણાર્દ્ર પૂજ્યશ્રીએ ફેશનો ત્યાગવાની ખાસ પ્રેરણા કરી છે. ગર્ભપાત, છૂટાછેડા, આંતરજ્ઞાતીય લગ્નો વગેરે આધુનિક પાપોની પૂજ્યશ્રીએ સચોટ શબ્દોમાં ખૂબ ભયાનકતા જણાવી છે. સિનેમાના પાપ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સખ્ત પ્રહારો કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને તબીબી સંસ્થાઓમાં દાન આપવાનું બંધ કરીને દાનનો પ્રવાહ સાત ક્ષેત્રો તરફ, બાળ સંસ્કરણ તરફ વાળવાનું દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રી ખાસ સૂચન કરે છે. અત્યંત આવશ્યક નવ ગુણોનું કમાલ વિવરણ પૂજ્યશ્રીએ કર્યુ છે. ચાર પુરુષાર્થની સંસ્કૃતિની અહિંસક વ્યવસ્થાના બે ઘટકો - અહિંસાનો પરિણામ અને સ્વાવલંબનનું સંક્ષેપમાં પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વિવેચન કર્યુ છે.