Read now

Jayvantu Jinshashan

‘નિરાશ કોઇ થશો મા ! જિનશાસનના બધા ય અંગો જીવી જ રહ્યા છે. હવે મનને કાં મારો ! નિષ્ક્રિય કાં થાઓ. વીર-વાણીને યાદ કરો કે એકવીસ હજાર વર્ષ સુધી મારું શાસન અવિચ્છન્ન ચાલવાનું છે. આજે પણ શાસન જયવંતુ છે.’ પૂજ્યશ્રીની આ અમૃતમય વાણી હતાશાને ખંખેરીને જિનશાસનની યથાશક્ય સેવા કરવા માટે શાસનભક્ત આત્માને મજબૂર કરે છે. ‘દરેક જૈન આ પાંચ વાતો ગોખી રાખે’ - આ પ્રકરણમાં પૂજ્યશ્રીએ શાસન, સંઘ, શાસ્ત્ર, સંપત્તિ, ધર્મ - આ પાંચ પદાર્થો અંગે તલસ્પર્શી જ્ઞાન પીરસીને સમજાવવા સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીએ છેલ્લાં પ્રકરણમાં જણાવ્યું છે કે ‘૧૯૫૧ની સાલમાં તૈયાર થયેલા ભારતીય બંધારણથી ભારતની પ્રજા અને સંસ્કૃતિનું નિકંદન નીકળી જવાનું છે. આ બંધારણમાં પરદેશી પધ્ધતિનો તૈયાર ઢાંચો સ્વીકારાયો હતો. આ બંધારણથી કદાચ દેશની ધરતી - ઉદ્યોગો, ખેતરો વગેરેથી છલકાઇ ઉઠશે પણ પ્રજા બરબાદ થઇ જશે.’ વર્ષો પૂર્વે લખેલ પૂજ્યશ્રીની વાતો ખૂબ સાચી ઠરવા લાગી છે. દેશની ૮૦ ટકા પ્રજા ગરીબી, બેકારીના સકંજામાં ફસાઇને મસાણમાં કાયમ માટે સૂવા માટે ધસી રહી છે. પૂજ્યશ્રી જણાવે છે કે, ‘મહાસંતોની બંધારણીય વ્યવસ્થાને અમલમાં મૂકવાથી જ ભારતીય સંસ્કૃતિ, પ્રજા અને રાષ્ટ્રનું કલ્યાણ છે.’
Language title : જયવંતુ જિનશાસન
Category : Books
Sub Category : Jainism
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 88
Keywords : a

Advertisement

Share :