Read now

Veer Sainik

વિશ્વમાત્રનું કલ્યાણ આરાધતા શ્રી જિનશાસનના તમામ અંગો અને ઉપાંગો ઉપર થતા કુઠારાઘાતનો એકેકો અવાજ પૂજ્યશ્રીના કાને અથડાવાથી મોંમાંથી ચીસ નીકળી ગઇ. આ ધર્મ સંસ્કૃતિની ઇમારતને શે સ્થિર કરવી ? વગેરે વિચારોથી અનેક દિવસો + રાત્રિઓ ભારે વ્યથામાં પસાર કર્યા બાદ પૂજ્યશ્રીની નજરે યુવાનો ચડયા. અનેક યુવાનો પૂજ્યશ્રીના દુઃખમાં સહભાગી થવા તત્પર બનવા લાગ્યા. આ વેદનાઓમાંથી જ પૂજ્યશ્રી દ્વારા વીરસૈનિક દળનું પ્રાગટય થયું. વીરસૈનિક ‘મીશન’ની ત્રણ મહત્વાકાંક્ષાઓ... (૧) શ્રી જિનશાસનની આંતરિક સ્થિતિને સંગઠિત અને શક્તિસંપન્ન બનાવવી. (૨) શાસન ઉપરની બાહ્ય-રાજકીય વગેરે આક્રમણોને મારી હઠાવવાની સંરક્ષણાત્મક નીતિને પ્રાધાન્ય આપવું. (૩) યુવાનોએ સ્વ - ધર્મચુસ્ત જીવન જીવવાના ભારે કોડ સાથે શકય એટલું સુંદર ચારિત્ર્યસંપન્ન જીવન જીવવું. વીર સૈનિકનું અંતરંગ સ્વરુપ ‘વીર’ પદથી વ્યક્ત થાય. તે અંતરંગ સ્વરુપના પાંચ અંગો... (૧) નિત્ય નવકારશી (૨) રાત્રિભોજનનો ત્યાગ (૩) કંદમૂળ ત્યાગ (૪) સિનેમા ત્યાગ (૫) સ્વદ્રવ્યથી જિનપૂજા. વીરસૈનિકના બહિરંગ સ્વરુપ ઉપર ચિંતન કરતાં પૂજ્યશ્રીએ એનાં પણ પાંચ અંગો જણાવ્યા છે. જેમનાં નામો છે : શિસ્ત, સંગઠન, સૌજન્ય, શૌર્ય અને સ્નેહ. આમાંના એક પણ અંગની બાદબાકી થાય તો વીરસૈનિક સૈનિક તરીકેની કામગીરી બજાવવામાં નિષ્ફળ જાય. આ પુસ્તકમાં બંને સ્વરુપોના દશ અંગો ઉપર સવિસ્તર વર્ણન પૂજ્યશ્રીએ ખૂબ સુંદર કર્યુ છે.
Language title : વીર સૈનિક
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 52
Keywords : a

Advertisement

Share :