કોઇ પણ શુભ પ્રવૃત્તિની સફળતા પરિમેષ્ઠિની શરણાગતિ સાધ્યા વિના સંભવિત જ નથી. ચરણ-શરણ જ સર્વના કલ્યાણનું ઉદ્ગમસ્થાન છે. એમાંથી જ ેસૂક્ષ્મનું વિશુદ્ધ બળ ઉદ્ભવે; પણ્યનું સાન્નિધ્ય સાંપડે એ જ બધા પ્રશ્નોનો ઉકેલ લવવા સમર્થ છે. આમાં સ્વરક્ષા નિશ્ચિત બની જાય છે.એ સ્વરક્ષા જ પાપશુધ્ધિ અને પુણ્યપુષ્ટિના માઘ્યમ દ્વારા સર્વરક્ષામાં પરિણમવા લાગે છે. પૂજ્યશ્રી આ પુસ્તક્માં સુંદર વાત લખે છે, ‘હે આત્મન્ ! પ્રભુને રીઝવવા કરતા તું તને જ થોડોક પ્રસન્ન કરી દે ને (જિજ્ઞાસા-પાલન દ્વારા) પછી તારામાં જ છુપાયેલા તેજોમય સામ્રાજ્યનો તું માલિક બની જઇશ! પૂજ્યશ્રીએ ‘શાસન’ શબ્દના અર્થ ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાથર્યો છે. આર્યાવર્તની લોખંડી તાકાતના છ ચરણો ખૂબ મનનીય છે. “પુણ્ય : એક પરિહાર્ય શકિત” - પ્રકરણમાં વાસનાને જન્મ દેતાં પાપકર્મો સાથે લડવા કરતાં પાપકર્મો અને પુણ્યકર્મોને પરસ્પર લડાવી મારો અને તે પાપકર્મો નાશ પામશે. ‘અરિહંત શરણાગતિથી ઉગ્રપુણ્ય’(તરત ફળ આપનારું) બંધાઇ શકે છે. ‘સાચા શાસનસંરક્ષકો’ -પ્રકરણમાં ઉચ્ચ આત્માઓના જીવનના નેત્રદિપક પ્રસંગો આલેખ્યા છે. શાસનરક્ષા અને તે દ્વારા સર્વરક્ષા સાધવા જરુરી બે ગુણો પુસ્તકમાંથી જાણીને સત્વરે જીવનમાં ઉતારવા જેવા છે. છેલ્લા પ્રકરણમાં પૂજ્યશ્રીની સંવેદનશીલતા આગવી શૈલીમાં ઝળહળી ઉઠી છે.