અપૂર્ણ બુધ્ધિની શોધો આભાસરુપ હોઇ શકે છે. વિજ્ઞાનની શોધો અંતિમ સત્ય ન જ હોઇ શકે. વિજ્ઞાને અનેક સમસ્યાઓ સર્જી છે. વિજ્ઞાનની સૌથી મોટી સમસ્યા માનવની ‘અતૃપ્તિ-વૃદ્ધિ’ છે. ધર્મ માનવને ‘તૃપ્તિ’ તરફ લઇ જાય છે જયારે વિજ્ઞાન ‘અતૃપ્તિ’ તરફ લઇ જાય છે. ‘વિજ્ઞાનનો ઉદૃેશ ભોગી જીવનની સગવડો હાંસલ કરવાનો છે જયારે ધર્મનો ઉદૃેશ યોગ દશા સિદ્ધ કરીને મોક્ષ પદ પામવાનો છે. વિજ્ઞાન જડમાં રાચે છે, ધર્મ આત્મા અને પરમાત્મામાં માને છે.’ પૂજ્યશ્રીની ‘ધર્મશ્રધ્ધા’ આવા લખાણમાં પૂરબહારમાં ઝળકી ઉઠે છે. ‘પરિવર્તનશીલ વિજ્ઞાનને શા માટે શિર ઝુકાવવું ?’ - પ્રકરણમાં પૂજ્યશ્રીએ જિનેશ્વરદેવે ફરમાવેલ ત્રિકાલાબાધિત સિધ્યાન્તને જ વળગી રહેવાની ભારપૂર્વક ભલામણ કરી છે. પૂજ્યશ્રી આગળ જણાવે છે કે, ‘વૈજ્ઞાનિકો ખુદ કહે છે કે અમે સદા સત્ય જ જાહેર કરીએ છીએ એવું કદી માનશો નહીં.’ તો પછી વિજ્ઞાન-પ્રેમ કેટલી હદે સાચો ગણાય ? વિજ્ઞાનમાં ર્ૐુ ? શ્ ઉરઅ ? - શંકા કરવાથી આગળ (?) વધી શકાય જયારે ધર્મના પ્રકાશક પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કરવાથી જ ‘આત્મવિકાસ’ થઇ શકે. વિજ્ઞાનની શોધો પાછળ પાગલપન વધારવાને બદલે ધર્મ પાછળ જીવન ન્યોચ્છાવર કરી દેવા પૂજ્યશ્રીએ આ નાની પુસ્તિકામાં વિજ્ઞાનની અપૂર્ણતા દાખલા - દલીલો સાથે સમજાવીને સર્વાંગસુંદર ‘ધર્મ’ તત્વ સાથે પ્યાર કરવાની ખાસ ભલામણ કરી છે.