Read now

Vishwashanti No Muladhar Part-1

(0 Reviews)
એક પણ મહાપુણ્યવાન, મહાબુધ્ધિમાન, જિનાજ્ઞાપ્રતિબધ્ધ મુનિના મુનિપણામાં વિશ્વમાં સાચા સુખ, શાંતિ અને સમૃધ્ધિને પ્રસરાવવાની તાકાત ધરબાયેલી છે. એ મહાસત્યને ઉત્તરોત્તર વિસ્તારતા ચિન્તનોથી ભરપૂર પૂજ્યશ્રીના આ પુસ્તકના ત્રણ ભાગોમાં અનેક શાસ્ત્રપદાર્થોે સરળ શૈલીમાં આલેખાયા છે. ન્યાયિવશારદ મહોપાધ્યાય શ્રીમદ્‌ યશોવિજયજી મહારાજાએ રચેલા ગુરુતત્વ - વિનિશ્ચય ગ્રંથના પહેલા બે ઉલ્લાસના પદાર્થો અતિ બોધપ્રદ હોવાથી પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં તેનું વિસ્તૃત વિવરણ કર્યુ છે. આ ચિંતન વધુ રસવાહી બને તે માટે પૂજ્યશ્રીએ ‘ગુરુમા’ના એક વિશિષ્ટ પાત્રની કલ્પના કરીને તેમની સાથે એક મુમુક્ષુનો વાર્તાલાપ ગોઠવ્યો છે. સર્વવિરતિધર્મની સૂક્ષ્મની પ્રચંડ તાકાતના પ્રાદુભાવ વિના લાખો ઉપાયોથી પણ કશું જ ઇષ્ટ પરિવર્તન થઇ શકે તેમ નથી. - આ વાતમાં પૂજ્યશ્રીનો પૂર્ણ વિશ્વાસ હોવાથી જ પુસ્તકનું યથાર્થ નામ ‘વિશ્વશાંતિનો મૂલાધાર’ (સાચો મુનિ) પસંદ કર્યુ છે. કયું માનવજીવન અને મુનિજીવન સફળ ? ઉત્તમ મુનિજીવન આજે શકય ખરું ? મહાવિદેહના મુનિનું અવતરણ, નિશ્ચય અને વ્યવહારનું મુનિપણું, સરળતામાં ચારિત્ર, તપોવનોની આવશ્યકતા, જૈનસંઘની કફોડી હાલત, પ્રાયશ્ચિતદાતા કેવો હોય ?, કુગુરુનું સ્વરૂપ, સુગુરુ કેવા હોય ? સમાધિ મરણ માટે સમાધિજીવન આવશ્યક, પાંચ પ્રકારના વ્યવહાર, ગચ્છનાયકનું સ્વરૂપ, સર્વશ્રેષ્ઠ તપઃ પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરનાર પુરુષોત્તમ વગેરે અનેક સુંદર વિષયો ઉપરનું પૂજ્યશ્રીનું અદ્‌ભુત વિવેચન શાસ્ત્રબોધ જરૂર કરાવશે.
Language title : વિશ્વશાંતિ નો મૂલાધાર ભાગ-1
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 262
Keywords : a

Advertisement

Share :  

Reviews