Read now

Jaag Jaag O Manav Jaag Tu

(0 Reviews)
એક જ બેઠકે વાંચી કાઢવાની લાયકાત ધરાવતું આ પુસ્તક-રત્ન નથી. જીવનના રુપ અને રંગ બદલવાની ક્ષમતા ધરાવતું આ પુસ્તક ખૂબ મનનીય છે. શાસ્ત્રોક્ત પદાર્થોને સરળ શૈલીમાં રજુ કરવાની પૂજ્યશ્રીની આગવી કલા ખરેખર અત્યદ્‌ભુત છે. કુલ સાત ખંડમાં વહેંચાયેલ આ પુસ્તકના ટૂંકા ટૂંકા લેખો વારંવાર વાગોળવા જેવા છે. સમ્યગ્‌દર્શન, પરમત્મભક્તિ, પ્રભુ મહાવીરદેવ, જૈન શાસન, મુનિજીવન, શ્રાવકજીવન, મોઘેરું માનવજીવન, રાજકારણ, સંસ્કૃતિ વગેરે અનેક વિષયો ઉપર પૂજ્યશ્રીએ ખુમારીસભર કલમ ચલાવી છે. આ પુસ્તક-રત્નની કેટલીક સુંદર ઝલકોઃ બધી ખુમારીઓને ટક્કર મારે તેવી શુધ્ધત્વની ખુમારી (હું શુધ્ધ, બુધ્ધ,મુક્ત છું ) છે. રોજ દશ મિનિટ સ્વશુધ્ધત્વનું ખુમારીભરપૂર ધ્યાન આ જગતમાં અણઘાર્યા ચમત્કારો સર્જે. અનાદિના છ અપમાનો! અજન્માનો થતો જન્મ, અસંસારીનું સંસારી જીવન, અમરનું અંતે મોત, ઈચ્છા વિનાના જન્મો, પાપથી ભરેલા જીવનો, મોત પણ પ્રાયઃ રીબામણવાળું. ગુણાનુરાગી જીવો ખૂબ થોડા હોય છે. કેમકે માણસને માન ખૂબ સતાવતું હોય છે. ધર્મી તે જ છે કે જે મોક્ષના એકમેવ લક્ષવાળો છે. આચારાંગ સૂત્રમાં આ વાત કરી છે કે ‘ધર્મી જાગતા સારા; પાપી ઉંઘતા સારા.’ વિશુધ્ધ એવા પુણ્યકર્મનો બંધ કરીને તેને જ પાપકર્મો સાથે લડાવી દો. પાપકર્મો નાશ થવાથી દુઃખોનું આગમન સ્થગિત થશે. “પાપાઃ પાપૈઃ પચ્યન્તે”- પાપીઓ એમનાં પાપોથી જ મરવાના હોય છે.
Language title : જાગ જાગ! ઓ માનવ જાગ તું!
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 252
Keywords : a

Advertisement

Share :  

Reviews