Read now

Vishwashanti No Muladhar Part-2

(0 Reviews)
જૈન સંઘની સેવા અને રક્ષા શી રીતે ભવિષ્યમાં થઇ શકશે ? તે અંગે પૂજ્યશ્રીના મનમાં જે કેટલાક વિચારો રમતા હતા તેને અક્ષરદેહ આ પુસ્તકમાં આપ્યો છે. એક મુમુક્ષુ આત્મા કલ્પીને તેને દીક્ષા આપીને શીલગુણ વિજયજી બનાવ્યા. તેના જીવનકાળના પથપ્રદર્શક તરીકે ‘ગુરુમા’ને બનાવ્યા. એ રીતે ઉપન્યાસરુપે સમગ્ર લખાણ તૈયાર કરાયું છે. જૈનસંઘનું નાવ હાલમાં જે રીતે ચગડોળે ચડી ગયું છે તે બધું જોતા કોઇપણ સંઘપ્રેમી આત્માને આઘાત લાગ્યા વિના ન રહે.શ્રીસંઘની સેવા-રક્ષાનું પુણ્ય તો તે જ આત્મા ભવિષ્યમાં પામી શકશે જે પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્યનો સ્વામી હશે, વિશુધ્ધ બ્રહ્મચારી હશે, જીવમાત્રનો મિત્ર હશે, દેવ ગુરુનો પરમ ભક્ત હશે. આ રીતે ભક્તિ, મૈત્રી, શુદ્ધિનો ત્રિવેણીસંગમ વાળો પુણ્યવાન આત્મા બનશે તે જ ગુમરાહ જૈનસંઘનો રાહબર બની શકશે. પૂજ્યશ્રીએ સહુ પ્રથમ અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ ઉપર ટૂંકાણમાં પણ ભાવવાહી વિવેચન કર્યુ છે. પૂજ્યશ્રીએ ચાર હિતશિક્ષાઓ - અરિહંત - ભક્તિ, બ્રહ્મચર્ય, પ્રાયશ્ચિત, આરોગ્ય તનનું અને મનનું ખૂબ સુંદર શૈલીમાં વર્ણવી છે. શિષ્યોની સમસ્યાઓના પૂજ્યશ્રીએ કૃપાલુદેવના પાત્ર દ્વારા અદ્‌ભૂત સમાધાનો આપ્યા છે. ગુરુદ્રોહના ભયંકર પરિણામો જણાવ્યા છે. ટૂંકમાં, મુનિજીવન કેવી રીતે સ્વીકારવું ? અને તે જીવનને નિરતિચાર શી રીતે પાળવું ? તે અંગે અતિ સુંદર જાણકારી આ ગ્રંથપુષ્પ દ્વારા અવશ્ય પ્રાપ્ત થશે.
Language title : વિશ્વશાંતિ નો મૂલાધાર ભાગ-2
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 406
Keywords : a

Advertisement

Share :  

Reviews