ઈ.સ.૧૪૯૨થી ઈ.સ.૧૯૯૨ના ૫૦૦ વર્ષના સમયમાં દેશી અને વિદેશી ગોરાઓએ હિન્દુસ્તાન, તેની પ્રજા; તેની જીવાદોરી સમી ધર્મસંસ્કૃતિનું કેટલી હદે નિકંદન કાઢી નાખ્યું છે; તે અંગે હૂબહૂ ચિતાર પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં આપ્યો છે. ગોરાઓની બદચાલનો પૂજ્યશ્રીએ પૂરી નિર્ભયતાથી પર્દાફાશ કર્યો છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ “અદ્ભુત હિન્દુસ્તાન”ની જાહોજલાલી પૂરબહારમાં કેવી ખીલેલી હતી ! તે અંગે સુંદર નિરૂપણ કર્યું છે. આ દેશનો કાયમી કબજો લેવા માટે ગોરાઓએ કમર કસી છે. વિદેશી ગોરાઓએ ભોળા ગાંધીજીને માધ્યમ બનાવીને પ્રજાની પરિસ્થિતિને અત્યંત ભયાવહ સ્થિતિમાં મૂકી દીધી છે.ગાંધીજીના જીવનની સૌથી ગંભીર ભૂલ મુસ્લીમોને ખુશ રાખવાની - વધુ પડતી મૈત્રીભાવના-સંબંધિત હતી. લોકશાહી,એકતા,સમાનતા,બિનસાંપ્રદાયિકતા-ગોરાઓએ ગોઠવેલી આ ભયાનક તોપો ઉપર પૂજ્યશ્રીએ સખત પ્રહારો કર્યા છે. ગોરાઓએ દેશની ધરતીને ખૂબ આબાદ બનાવી છે (પોતાને કાયમી વસવાટ કરવા આવવું છે માટે). જ્યારે પ્રજામાં કારમી ગરીબી, બેકારી, બિમારી, મોંઘવારી ફેલાવીને જલદી સ્મશાનભેગી કરવાની તેઓની મેલી મુરાદ છે. સર્વનાશી ભયાનક પરિસ્થિતિમાં પ્રજા અને ધર્મસંસ્કૃતિને બહાર કાઢી લેવા માટે દરેક વ્યક્તિએ અહિંસા પ્રધાન ધર્મ અને સ્વધર્મો (માનવીય સભ્યતાઓ)નું ચુસ્તપણે પાલન કરવાનું પૂજ્યશ્રી ફરમાવી રહ્યા છે. આ સિવાય પણ અનેક ઉપાયો પૂજ્યશ્રીએ દર્શાવ્યા છે.