Read now

Aapni Sanskruti

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સ્વરુપ ચાર પુરુષાર્થના વિચાર ઉપર જ સઘળી ભારતીય સંસ્કૃતિઓ ઉભી હોવાથી એના મૂળ ખૂબ ઉંડે ગયા છે. સંસ્કૃતિ-રક્ષા કાજે અનેકોએ બલિદાનો આપ્યા છે. પાપી ગોરાઓએ આ સંસ્કૃતિધ્વંસનો કાર્યક્રમ ઘડી નાખ્યો છે, તે વાતથી ભારતીય સંતો ખૂબ ચિંતામાં છે. જો સંસ્કૃતિ જીવતી હશે તો જ ભારતીય પ્રજા જીવતી રહેશે, માટે જ પૂજ્યશ્રીએ ભારે આગ્રહપૂર્વક એ વાત કરી છે કે મહાસંતોની સંસ્કૃતિના બંધારણીય ચોકઠાની રક્ષા કરો, એનું જતન કરો. સંસ્કૃતિની બંધારણીય મર્યાદાઓના ભાંગીને ભુક્કા કાઢી નાંખનાર જમાનાવાદના સરઘસમાં જોડાવાનું પાપ નહીં કરવા પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. બુદ્ધિજીવીઓના બે-લગામ વિચારો ઉપર પૂજ્યશ્રીએ આકરા પ્રહારો કર્યા છે. તેઓના પાપી વિચારોને રવાડે ચડી જઇને ‘જિનાજ્ઞાઓ’ સાથે ચેડા કરવામાં અનંત ભવપરંપરા વધી જવાની શકયતા નકારી ન શકાય. પશ્ચિમના ભેદી આક્રમણોને તોડી પાડવા માટે સૂક્ષ્મ બળને ઉત્પન્ન કરી આપતા શાસ્ત્રનીતિના જીવનને આરાધવાની વાત ખૂબ જ ખુમારીપૂર્ણ શૈલીમાં પૂજ્યશ્રીએ કરી છે. ધર્મશાસન જેમ સૌમ્ય છે. તેમ ઉગ્ર પણ છે જ. સારા આત્માઓની તે રક્ષા કરે છે તો દુષ્ટોનો આપમેળે નાશ થવા દે છે. આ વાત કરીને નિરાશ થયા વિના જિનશાસનરક્ષા કરવા સહુએ યથાશક્તિ પ્રયત્ન કરવો જ જોઇએ, એવી ખૂબ ભારપૂર્વક પૂજ્યશ્રીએ સલાહ આપી છે.
Language title : આપણી સંસ્કૃતિ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 84
Keywords : a

Advertisement

Share :