Read now

Navpad Chintan

(0 Reviews)
પૂજ્યશ્રીએ સિદ્ધચક્ર ભગવંતને અનુલક્ષીને તેના નવપદો ઉપર આ પુસ્તકમાં કમાલ શૈલીમાં ચિંતન રજૂ કર્યુ છે. પહેલા નવપદ આપણામાં સંક્રાન્ત થાય પછી આપણે નવપદમાં જઇ બેસીએ. નવપદના આવા અભેદ મિલનથી જે પાપ શુદ્ધિ અને પુણ્ય વૃધ્ધિ થશે તે જ સ્વ અને જગતને દુઃખોથી, પાપોથી છોડાવી શકાશે. પૂજ્યશ્રીએ આરાધકભાવ અને વિરાધકભાવ ઉપર ખૂબ સુંદર સમજણ આપી છે. આરાધકભાવ = જિન વચન બહુમાન. વિરાધક ભાવ = પાપો કરવામાં આત્માની અત્યંત નિષ્ઠુર પરિણતિ. સિદ્ધચક્ર યન્ત્રમાં અરિહંત ભગવાનને વચ્ચે મૂકીને તેમને સર્વોત્કૃષ્ટ બનાવ્યા પણ સિદ્ધ ભગવાનને સહુથી ઉંચે મૂકીને અપેક્ષાએ તેમને પણ સર્વોત્કૃષ્ટ ગણાવ્યા છે. શ્રી સિદ્ધચક્ર યન્ત્રાધિરાજમાં જે સમાતું હોય તે જિનશાસનને માન્ય છે. જે એમાં કયાંય ન સમાય તે તમામ જિનશાસનની બહાર છે. નવપદના પ્રથમ પાંચ પદો તે ધર્મી છે. શેષ ચાર પદો એ ધર્મ છે. ગેઇટ વે ઓફ નવપદ (પ્રવેશદ્વાર) એ નિશ્ચયનયથી સમ્યગ્દર્શન પદ છે, વ્યવહારનયથી સાધુપદ છે. સ્વાર્થભાવ, દેહભાવ, અનાચારભાવ, અજ્ઞાનભાવ, અસહિષ્ણુતાદિ - પાંચ વિરાધકભાવો ઉપર અને પરાર્થભાવ, દેહાધ્યાસત્યાગ, પંચાચારમયતા, જ્ઞાનભાવ, સહિષ્ણુતાદિ-પાંચ આરાધકભાવો ઉપર પૂજ્યશ્રીએ વિસ્તૃત વિવેચન સરળ શૈલીમાં રજૂ કર્યુ છે. સમ્યગ્‌દર્શનના વિવિધ સ્વરૂપ ઉપર પૂજ્યશ્રીએ આગવું ચિંતન પીરસ્યું છે. નવપદ ઉપરનો દળદાર આ ગ્રંથ જિનશાસનના અનેક પદાર્થોનો બોધ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરશે.
Language title : નવપદ ચિંતન
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 256
Keywords : a

Advertisement

Share :  

Reviews