પૂજ્યશ્રીએ વિહારમાં આપેલા પ્રવચનોનો સુંદર સંગ્રહ આ પુસ્તકમાં આલેખ્યો છે. પરમાત્માભક્તિ દુઃખની દાહકતા મટાડે; દોષોનો ત્રાસ ઉત્પન્ન કરે. મૂલ્યો, મર્યાદાઓ, સભ્યતાઓનું માળખું કડડભૂસ તૂટી પડ્યું છે; તે અંગે પૂજ્યશ્રીએ ખૂબ હૈયાવરાળ ઠાલવી છે. દુઃખો તરફ દ્વેષ કરવાને બદલે જીવ દોષોનો દ્વેષી બને. સંસારી સુખનો તે ખૂબ લાલચુ બનવાને બદલે ગુણોનો લાલચુ બને તો તે સાચા અર્થમાં સુખી થયા વિના ન રહે. માનવભવ રૂપી સોનાના ગ્લાસમાં અર્થ અને કામનું બેફામપણારૂપી દારૂ તો ન જ પીવાય. સર્વવિરતિરૂપી દૂધ જ પીવાય. છેવટે છાસ પીવી એ વચલો માર્ગ છે. છાસ એટલે ભોગવાતા સુખોમાં ખટકો ( ર્ઝ્રહજર્ષ્ઠૈેજ મ્ૈૌહખ્ત). પ્રભુ પાસે બે પ્રાર્થનાઓ ખૂબ ભાવથી કરો. (૧) મને જીવનમાં અદીનતારૂપી મસ્તી આપ (૨) મરણ સમયે તારૂં નામ લેતા જીવન છુટે એવી મોજ આપ. હે માનવ ! તું મરતા સુધી તો જીવતો રહે. ક્રોધ, અભિમાન આદિ કરવા દ્વારા રોજ પાંચ-પચ્ચીસ વાર તારા કરૂણ મોત થયા કરે છે. માત્ર “ધાર્મિક કટ્ટરતા” ખૂંખાર કર્મોને ખતમ કરવા સમર્થ છે. યુવા પેઢીનો પ્રથમ સ્વ ધર્મ “અન્યાય સામે બળવો.” પૂજ્યશ્રીએ મલિનતત્વોએ મચાવેલા હાહાકારનો ઉપાય ‘અર્હદ્ ભક્તિ’ જણાવ્યો છે. જે દુઃખ અને દોષ સાથે કામ કઇ રીતે કરવું ? તે શીખવે તે મંગલ.