Read now

Yog Saar

પૂજ્યશ્રીએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં આ ગ્રન્થના ખૂબ વખાણ કર્યા છે.ખરેખર,અદ્‌ભૂત આ ગ્રંથ છે.આ ગ્રંથનું વિવેચન પૂજ્યશ્રીએ ખરેખર અદ્‌ભૂત શૈલીમાં કર્યું છે. સરળ ભાષામાં આ વિવેચન ખરેખર હૃદયસ્પર્શી છે. પ્રથમ પ્રસ્તાવમાં વીતરાગ-પરમાત્માના અચિંત્ય પ્રભાવની ખૂબ સરસ વાતો કરવામાં આવી છે. વીતરાગ પરમાત્માના ધ્યાનનો અપૂર્વ મહિમા બતાવ્યો છે. બીજા પ્રસ્તાવમાં ‘’ તત્વસાર ‘’ ખૂબ જ માર્મિક રીતે ઉપદેશ્યો છે.મૈત્ર્યાદિ ભાવનાઓની ખૂબ અનિવાર્યતા જણાવી છે.આ ભાવનાઓ વિના સાચો ધર્મ આરાધી શકાતો નથી.સમતા ભાવની મૂંઠીઉંચેરી મહાનતા સ્પષ્ટ શૈલીમાં વર્ણવી છે. ત્રીજા પ્રસ્તાવમાં સમતાભાવનો વિસ્તૃત મહિમા અદ્‌ભૂત શ્લોકો દ્વારા જણાવાયો છે.પૂજ્યશ્રીએ શ્લોકોનો ભાવાર્થ સુંદર શૈલીમાં અદ્‌ભૂત રીતે રજૂ કર્યો છે. ચોથા પ્રસ્તાવમાં “ સત્વ ” ની મહાનતા આગવી રીતે વર્ણવી છે.સ્ત્રી તત્વની અનર્થતા માર્મિક રીતે રજુ કરાઇ છે.ચારિત્રનો સ્વીકાર કર્યા બાદ દીનતાભાવને જમીનમાં દાટીને સત્વના સહારે જલ્દી મુક્તિમાં જવાની પ્રેરણા મમતામયી વાણીમાં કરી છે. પાંચમો પ્રસ્તાવ ખૂબ અદ્‌ભૂત છે. આ શ્લોકો વાંચતા ભાવશુધ્ધિ ઉત્પન્ન થયા વિના ન રહે. શ્લોકોનો ભાવાર્થ પૂજ્યશ્રીએ લાગણીશીલ શૈલીમાં રજુ કર્યો છે. ઝટપટ મોક્ષ પામવા માટે આ ગ્રન્થનું વારંવાર મનન ખૂબ જરુરી છે.
Language title : યોગ સાર
Category : Books
Sub Category : Adhyatmik
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 312
Keywords : a

Advertisement

Share :