Read now

Shu Bharat Nu Bhavi Andhkarmay

ભારત દેશ, તેની મહાન પ્રજા અને મોક્ષલક્ષી અહિંસા આધારિત - ધર્મસંસ્કૃતિ ઉપર જે જીવલેણ અને અત્યન્ત ભેદી પ્રહારો થઇ રહ્યા છે; તે અંગે પૂજ્યશ્રીએ ખૂમારીપૂર્ણ શૈલીથી આ પુસ્તકનું આલેખન કર્યું છે. ભારત એટલે અખંડ હિન્દુસ્તાન. તેની ગૌરવગાથાઓ સાંભળવી હોય તો ૧,૦૦૦ વર્ષના પૂર્વના કાળમાં જ જોવા મળશે. આજના ઇન્ડિયાના સીમાડા કરતાં દસ-વીસ-પચાસ ગણા દૂર એના સીમાડા હતા. અઢળક સમૃદ્ધિથી એ છલકાતું હતું. તે સમય પ્રાણીરક્ષા, વનરક્ષા, જલરક્ષા અને ભૂ(ધરતી) રક્ષાનો હતો. નારીઓનું તે વખતે સન્માન થતું. મુનિઓનું ત્યાં બહુમાન થતું. કાશ ! અખંડ હિન્દુસ્તાનની આ સર્વાંગીણ અને સતત વર્ધમાન આબાદી અને સમૃધ્ધિ ઉપર વિદેશી ગોરાઓની નજર બગડતાં જ આ દિવ્ય હિન્દુસ્તાન બિચારૂં ઇન્ડિયા બની ગયું. આમ કરવામાં સહુ પ્રથમ મુસ્લિમોએ સપાટો બોલાવ્યો. ખૂબ નુકશાન કર્યું. ત્યારબાદ ગોરાઓએ તો આ ભવ્ય મહાલયને ખંડીએર બનાવી દીધો. ભારતીય પ્રજાની સમૃધ્ધિના મૂળ સ્ત્રોતો જ ગોરાઓએ ભ્રષ્ટ કર્યા; તેમના વિકાસના નામે વિનાશ કર્યા; તેના સંશોધનના નામે સત્યાનાશ વાળ્યું. ખેતી, સ્ત્રી, શિક્ષણ વગરેને પ્રગતિના નામે બરબાદ કર્યા. કોંગ્રેસ-સંસ્થા પરદેશીઓના હિતમાં સ્થપાયેલી છે. આ સંસ્થા દ્વારા ભારતની પ્રજા અને તેની જીવાદોરી સમી સંસ્કૃતિનો ખાતમો બોલાવવા દ્વારા ભારતની ધરતીનો વિકાસ થશે. પૂજ્યશ્રીએ ધર્મને જ તરણોપાય તરીકે વર્ણવ્યો છે.
Language title : શું ભારત નું ભાવી અંધકારમય?
Category : Books
Sub Category : Politics
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 142
Keywords : a

Advertisement

Share :  

Related