ખાસ કરીને સમાજ, સંસ્કૃતિ, ધર્મ, રાજકારણ તથા જૈન સંઘને લગતી સળગતી સમસ્યાઓના ઉકેલો બતાવતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. મનની અનેક મંૂઝવણો શાંત થતાં ધર્મ-પ્રગતિ સારી થશે. અતિ ખતરનાક ચરસ, દારૂ જેવા વ્યસનોથી બચવાનો ઉપાય શું? યુવા શક્તિનો રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય? આર્યસંસ્કૃતિના સંસ્કારો બાળકોમાં રેડવા મા-બાપે શું કરવું ? વિજ્ઞાનની સિધ્ધિઓ વિજ્ઞાનની હરણફાળ કે વિજ્ઞાનના વિનાશની શરૂઆત ? ગરીબો, નિર્બળો, નિરક્ષરો માટે રચનાત્મક કાર્યો કયા ? ગર્ભાવસ્થામાં બાળકનું સંસ્કરણ કરવા માતાએ શું કરવું ? આધુનિક દાંપત્ય જીવન છિન્નભિન્ન થવાના કારણો કયા ? ઇ. સ.૧૮૫૭ ના વિપ્લવના મુખ્ય આયોજકો કોણ હતા ? લોકશાહી અને રાજાશાહી પધ્ધતિમાં શ્રેષ્ઠ કોણ ? હિન્દુ એ ધર્મ છે કે પ્રજા ? હિન્દુ પ્રજામાં કયા ધર્મોની પ્રજાનો સમાવેશ થાય ? વિશ્વબેન્ક અંગે આપનો અભિપ્રાય શું ? વિશ્નબેન્કની કાર્યપધ્ધિતિ વિષે શું સમજવું ? જૈન ધર્મ કોને કહેવાય ? એના સ્થાપક પોતે જૈન હતા ? આ પુસ્તકમાં પૂજ્યશ્રીની દીર્ઘદર્શિતા, સૂક્ષ્મબુધ્ધિ, અનેક વિષયોની જાણકારી વગેરે અદ્ભુત વિશિષ્ટતાઓ જાણવા મળશે.