વિષય-કષાયરૂપી વિકરાળ ચોરોના ખોળામાં અનંતકાળથી આ વિરાટ (આત્મા) મીઠી નિંદર માણી રાો છે. આ વિરાટ (આત્મા)ને જાગૃત શી રીતે કરવો ? આ વિરાટ પ્રશ્નનું સંતોષકારક સમાધાન મેળવવા આ પુસ્તક ‘દીવાદાંડી’ની ગરજ સારે તેમ છે. પૂજનીય શ્રમણોને મુખ્યત્વે આ પુસ્તક-ચિંતન ખૂબ જ ઉપયોગી બની શકે તેવું છે. અનંતકાળથી જે સંસારી-સુખમાં આ વિરાટ (આત્મા) ‘સાચા’ સુખની ભ્રમણામાં અટવાયો છે તે સંસારી-સુખની અતિશય ભયંકરતા પૂજ્યશ્રીએ ‘સુખવિરાગની સાત ભાવનાઓ’ પ્રકરણમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે. આ સાત ભાવનાઓ જો આત્મસાત્ થઇ જાય તો સંસારીસુખ-પ્રાપ્તિ, ભોગવટા પાછળ થતો ચીકણો પાપબંધ અટકી જાય અને જીવાત્મા ટૂંકા સમયમાં સ્વસ્વરૂપ (મોક્ષ)ની કાયમ માટે પ્રાપ્તિ કરવા સમર્થ બની શકે. પૃ.૪૮ ઉપર ‘અભિગ્રહોની નાકાબંધી’ પ્રકરણમાં મુનિજીવનનો સ્વીકાર કર્યા બાદ પણ વિવિધ અભિગ્રહોની ‘અતિ’ આવશ્યકતા પૂજ્યશ્રી જણાવે છે. પુસ્તકના છેલ્લા પ્રકરણમાં પૂજ્યશ્રી ખૂબ સુંદર વાત જણાવે છે કે, ‘‘ગૃહસ્થજીવન અને મુનિજીવન બે ય સ્થળે કષ્ટો છે જ તો પછી મુનિજીવનમાં સ્વેચ્છાએ કષ્ટો વેઠીને દુર્ગતિની કારમી પીડામાંથી જાતને મુક્ત કેમ ન કરવી ? ’’ આ પુસ્તકના સાદ્યંત વાંચન, મનન બાદ વિરાટ (આત્મા) જાગી જઇને સાધનાપંથે દોડવા ન લાગી જાય તો માનવું કે....