Read now

Rushabh Jinesar Pritam Maharo Re

(5 Reviews)
Shri Pa. Pu. Acharya Anandghan Stavan દ્વિતીય આવૃત્તિના અવસરે પરાવાણીનું ઉદ્ગાન નિજાનંદની મસ્તીમાં ખોવાયેલ પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત નિર્જન સ્થળે આવેલ કોઈ તીર્થભૂમિમાં પધાર્યા છે. જિનાલયમાં બિરાજમાન ઋષભદેવ પ્રભુનું દર્શન કરતાં જ યોગીરાજને કંઠેથી પરાવાણી રૂપે સ્તવનો વહેતાં ગયાં. આપણું સદ્‌ભાગ્ય કે એ જ સમયે ત્યાં પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજ આવ્યા... ‘ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે...’ અદ્‌ભુત આ પરાવાણી. સાંભળતાંવેંત સ્તબ્ધ થઈ જવાય તેવી. જ્ઞાનવિમલસૂરિ મહારાજે એ સ્તવનાઓને નોંધી લીધી. ખરેખર આ અઘરું કાર્ય હતું. શ્રવણાનંદમાં પૂરેપૂરા ડૂબી જવાય એ ક્ષણોમાં એ શબ્દોની નોંધ કરવી. આપણે બહુ જ ઋણી છીએ પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજના; જેમણે પૂજ્ય આનંદઘનજીની પરાવાણી આપણા સુધી આણી. જંગલમાં, નિર્જન સ્થળે આવેલ કોઈ તીર્થભૂમિમાં આ પરાવાણી ગુંજી ઊઠેલી. કદાચ એ દેલવાડા તીર્થ (આબૂ) હોય કે કદાચ એ રાણકપુર તીર્થ હોય. પૂજ્યશ્રીની વિચરણ-સ્થલીની નજીકના તીર્થની દૃષ્ટિએ એ જેસલમેર પણ હોઈ શકે. આ સંભાવનાઓને કેન્દ્રસ્થાને રાખીને સંપાદક મુનિ ધર્મરુચિવિજયે સ્તવનાઓમાં પ્રાચીન તીર્થોના ફોટા મૂકવાનું વિચાર્યું; જેથી ભાવક સ્તવનાઓને વાંચતી વખતે તે તે તીર્થોના વાતાવરણને માણી શકે. તીર્થાધિપતિઓનાં દર્શન વડે અસ્તિત્વને પ્રફુલ્લ બનાવી શકે. સ્તવનાઓમાં અનુક્રમે શ્રી આબૂ તીર્થ, શ્રી તારંગા તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, શ્રી કુંભારિયાજી તીર્થ અને શ્રી રાણકપુર તીર્થના ફોટા મુકાયા છે. સ્તવનાઓની નોંધ પૂજ્ય જ્ઞાનવિમલસૂરિ મહારાજે કરી. પરાવાણીનો સંગ્રહ થઈ ગયો. પછી એક રસપ્રદ ઘટના બની. પૂજ્યશ્રીને થયું કે આ પરાવાણીને બધા ભાવકો સમજી નહિ શકે; એટલે સરળ ગુજરાતીમાં એનું વિવેચન લખું. લખવાની શરૂઆત પણ થઈ. પરંતુ પૂજ્યશ્રીને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યું છે. ભક્તિયોગાચાર્ય એ મહાપુરુષને ખ્યાલ આવી ગયો કે ધ્યાનની પૃષ્ઠભૂ વિના આ પરાવાણીને ખોલી નહિ શકાય. સુરત, સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુના દેરાસરના ભોંયરામાં, પ્રભુ સમક્ષ, છ મહિના તેમણે કલાકો સુધી ધ્યાન કર્યું. અને પછી સ્તવનાઓ પર વિવેચના લખી. આ પરાવાણીનાં સ્પન્દનો ભાવકોનાં ચિત્તને ઝંકૃત કરે. આચાર્ય યશોવિજયસૂરિ પોષ સુદિ ૧૫, ૨૦૭૭ કૈલાસ નગર, સુરત
Language title : ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે
Category : Books
Sub Category : Adhyatmik
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 141

Advertisement

Share :  

Reviews

🙏

superb

very nice book.

Excellent place to find great books on Jainism. Can the particular book be downloaded and saved in Google drive to read them later for frequent reading ?

Good