અ-ઇસાઇ અને અ-ગૌર પ્રજાને વિશ્વના નકશા ઉપરથી નામશેષ કરી નાખવા માટે પાપી ગોરાઓએ શપથ લીધા છે. તેઓની આ મહાભયાનક યોજનાને કેવી ભેદી રીતે આગળ ધપાવાઇ રહી છે ! તે અંગે દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ભીષણ ચિત્ર રજૂ કર્યુ છે. આ પુસ્તકનું મથાળું જ કરુણાર્દ્ર પૂજ્યશ્રીની આંતર વેદનાને સુસ્પષ્ટ રીતે જણાવી દે છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ સમૃધ્ધિથી છલકાતા પ્રાચીન ભારતની કેટલીક વાતો લખી છે. ઇ.સ. ૧૮૫૭નો બળવો ઉભો કરાવીને ગોરાઓએ મહાન રાજાશાહીને ખતમ કરાવાવી નાંખીને પ્રજાને બરબાદ કરવા લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સમાનતા, એકતા - આ ચાર ભયંકર તોપો ગોઠવી દીધી છે. પ્રજાની જીવાદોરી સમી સંતશાહી ઉપર પણ ગોરાઓએ મરણતોલ ફટકો માર્યો છે. પૂજ્યશ્રીએ આધુનિક સાત પાપો જણાવ્યા છે. તેમાં સૌપ્રથમ સિનેમાની ભયંકરતા ખૂબ જણાવી છે. ધર્મ+સંસ્કૃતિથીવિહીન મેકોલે પદ્ધિતના શિક્ષણ ઉપર પણ પૂજ્યશ્રીએ આકરા પ્રહારો કર્યા છે. વિશ્વ બેંક, ફાઓ, કેર વગેરે ખતરનાક સંસ્થાઓની મેલી મુરાદોનો પૂજ્યશ્રીએ પર્દાફાશ કરીને કમાલ કરી છે. પૂજ્યશ્રી જણાવે છે કે વ્યૂહબાજ ગોરાઓએ ‘બધે મૂળમાં ઘા’ મારીને ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. પુસ્તકનું સમાપન કરતી વખતે પૂજ્યશ્રીએ ભવ્ય ભારતના ઉદયનો આશાવાદ જરૂર પ્રગટ કર્યો છે.