Read now

Salagti Samasyao Part-5

વિ. સં. ૨૦૫૦ની સાલમાં પૂજ્યશ્રીએ સુરત (કૈલાશનગર)માં ચાતુર્માસ કર્યુ ંત્યારે રવિવારીય શિબિરમાં પૂછાયેલા પ્રશ્નોના શાસ્ત્રાનુસારી સુંદર સમાધાનો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્ણવ્યા છે. ધન વાપરવામાં વધારે લાભ દેરાસરમાં કે જીવદયામાં ? કામવાસનાથી બચવાના ત્રણ ઉપાયો કયા ? જૈન સાધુ થઇને આપશ્રી ધર્મને બદલે રાજકારણને કેમ સ્પર્શો છો ? રાત્રિભોજન-ત્યાગ વગેરે હોવા છતાં તપોવનોનો વિરોધ શા માટે ? સંતાનોને “કોન્વેન્ટ”માં દાખલ કરાવવામાં વાલીઓ ગૌરવ કેમ લે છે ? મા બાપની “ના”ઉપર દીક્ષા ન જ લેવી ? સમકિત વગરની દેશવિરતી કે સર્વવિરતીની આરાધના મોક્ષ આપી શકે ? હનુમાન વગેરેના અજૈન મંદિરોના નિર્માણમાં ફાળો આપી શકાય ? આપની શક્તિ પાછળ કયું પરિબળ કામ કરે છે ? “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તક અનુસારે હાલમાં ટ્રસ્ટીમાં ગુણો કેટલા ? વીતરાગ પરમાત્મા પાસે સંસારની વસ્તુ મંગાય ? આપશ્રી આચાર્ય-પદવી કેમ લેતા નથી ? આપશ્રી આપના વિરોધનો વિરોધ કેમ કરતા નથી ? બધા જ ધંધા હિંસક હોય તો ગૃહસ્થ શી રીતે આજીવિકા ચલાવે ? આ સિવાય અનેક પ્રશ્નોના સંતોષકારી સમાધાનો મળતાં અંતરમાં “જ્ઞાન પ્રકાશ” ફેલાઇ જશે.
Language title : સળગતી સમસ્યાઓ ભાગ-5
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 264
Keywords : a

Advertisement

Share :