મોક્ષપ્રધાન ચાર પુરુષાર્થની આર્ય સંસ્કૃતિના પ્રાણને રહેંસાતો જોઇને પૂજ્યશ્રીએ ભાવાવેશમાં આવીને, વધુ કડક થઇને નક્કર વિધાનો આ પુસ્તકમાં કર્યા છે. જનસેવા એ જ પ્રભુસેવાના ખતરનાક સૂત્રને સખત શબ્દોમાં વખોડી નાખ્યું છે. ‘પ્રભુ’ના અસ્તિત્વને ઉડાડી દેવાનો આ ભયાનક પ્લાન છે. શું ‘ઇશ્વર’ને વચમાં રાખ્યા વિના આપણા જીવનમાં સુખ અને શાંતિ કદાપી સંભવીત છે ખરા ? પૂજ્યશ્રી લખે છે કે, મારી બાએ મારો જન્મ થતાં જ મારા કાનમાં કહ્યું હતું કે, ‘બેટા, શાસનદીપક થજે.’ લાખોના તારણહાર પૂ. ગુરુદેવે બાની ભાવનાને જીવંત સ્વરુપ આપ્યું છે, તેની ખૂબ ખૂબ અનુમોદના કયા શબ્દોમાં કરું તે સમજાતું નથી.’ ‘ભારતીય ધર્મોના નાશનું ષડયંત્ર’ - પ્રકરણમાં પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં ખુમારીપૂર્ણ લેખિની ચલાવી છે. ‘જમાનાવાદીઓ ! સાવધાન’- પ્રકરણમાં સુસ્પષ્ટ શૈલીમાં શાસ્ત્રવિરુધ્ધ વિચારકોને વખોડી નાખ્યા છે. ‘સર્વ અનિષ્ટોનું મૂળ : આધુનિક શિક્ષણ’ - પ્રકરણમાં વર્તમાન શિક્ષણ શૈલી ઉપર આકરા પ્રહારો કર્યા છે. ‘વિચિત્ર રાજકારણ અને કઢંગુ અર્થકારણ’ - પ્રકરણમાં રાષ્ટ્રને અહિતકારી તત્વોનો ઉઘાડો પર્દાફાશ કરીને પૂજ્યશ્રીએ કમાલ કરી છે. અનેક સુંદર ચિંતનોથી યુક્ત દળદાર આ પુસ્તકનું નામ હવે ‘આંધી આવી ગઇ છે’ રાખીએ તો...