પૂજ્યશ્રીના અદ્ભૂત ચિંતન-રત્નોનું દળદાર આ પુસ્તક ખૂબ સુંદર પદાર્થોથી ભરપૂર છે. આ પુસ્તકના મનનથી સુંદર બોધ પ્રાપ્ત થશે. બીજાને તારવા જતાં જો ‘જાત’ ડૂબી મરતી હોય તો તેવી તારવાની પ્રવૃત્તિ કરવાની શાસ્ત્રો સાફ શબ્દોમાં મનાઇ કરે છે. ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિની ભૌતિક સમૃધ્ધિના મૂળભૂત પ્રાણતત્વો આ ચાર હતા : પશુરક્ષા, વનરક્ષા, જલરક્ષા અને ભૂરક્ષા. એ સંસ્કૃતિની આધ્યાત્મિક સમૃધ્ધિના મૂળમાં ચાર અવસ્થાઓ હતી : માર્ગાનુસારિતા, સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ. વિશ્વને વીરની બે મહાન ભેટ : (૧) આચારે અહિંસા : ૈં ર્ન્દૃી : બીજાનો વિચાર કરો. (૨) વિચારે અનેકાન્ત : ૈં હ્વીઙ્મૈદૃી :બીજાના વિચારનો વિચાર કરો. ઘણા બધા કર્મોને ખતમ કરી નાખવા માટેની ‘શોર્ટ કટ’ તો તપ જ છે. ‘સરળ કટ’ દેવગુરુની ભક્તિ છે. ‘શ્રેષ્ઠ કટ’ જ્ઞાનદશા છે. જે ધર્મક્રિયાઓ પાછળ મોક્ષનું લક્ષ હોય અથવા છેવટે પરાર્થની ભાવના હોય તેનાથી જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી જ હોય. ‘માણસ’ તેને જ કહી શકાય કે જે સંતોષી હોય અને સુખી હોય અને કરુણાર્ત હોઇને ધર્મી હોય. આસક્તિ એ રોગ છે. આસક્તિ તોડવી હોય તો (૧) નિમિત્તોથી આઘા રહેવું જોઇએ. (૨) સંસ્કારોને મારવા જોઇએ કે માંદા પાડી દેવા જોઇએ. આસક્તિ નાશ કરવા પૂજ્યશ્રીએ ત્રણ અદ્ભૂત ઉપાયો દર્શાવ્યા છે. (૧) મૂર્તિમાં ઇશ -દર્શન (૨) જીવમાં શિવદર્શન (૩) આત્મામાં પરમાત્મદર્શન