Sinhnaad
(0 Reviews)
પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં જમાનાવાદી તત્વોની કેટલીક કુટિલ નીતિરીતિઓને પૂરી મર્દાનગીથી પડકારીને તેને જડબાતોડ દલીલોથી જમીનમાં દાટી દીધી છે. શ્રી જિનશાસનની છાવણીમાં પેઠેલા આ સત્વહીનોને ‘સિંહનાદ’ કરીને નસાડી મૂકવા માટે આ પુસ્તકમાં પૂજ્યશ્રી પૂરી નિર્ભયતાથી ત્રાટકયા છે. પૂજ્યશ્રીના રગેરગમાં વહેતો ‘જિનશાસનરાગ’ આ પુસ્તકને પાને પાને દર્શનીય બને છે. ‘જૈન ધર્મની સર્વોત્કૃષ્ટતા’ પૂજ્યશ્રીએ ખૂબ સુપેરે સમજાવી છે. જમાનાવાદની ખતરનાક આંધિથી બચવાની ખાસ સલાહ આપી છે. પ્રબુધ્ધજીવન પૂર્તિ, ફુલછાબ દૈનિક, જનશક્તિ, અમર ભારતી, જિનસંદેશ વગેરેમાં આવેલી અશાસ્ત્રીય વાતો ઉપર પૂજ્યશ્રીએ સખત ભાષામાં પ્રહારો કર્યા છે. ‘દેવદ્રવ્ય ગરીબોના લાભાર્થે ખરચાવવું જોઇએ’- જમાનાવાદી, બુધ્ધિજીવીના આ પાપી વિચાર ઉપર પૂજ્યશ્રીએ સખત પ્રહારો કરીને અજબગજબ સમાધાન આપ્યું છે. અત્યંત કુતર્કપ્રવીણ પ્રો. રજનીશની કેટલીક વિચિત્ર વાતો ઉપર પૂજ્યશ્રી સિંહની જેમ નિર્ભયતાથી તૂટી પડયા છે. દેવાધિદેવ પ્રભુ મહાવીરની રાષ્ટ્રીય સ્તરે ૨૫મી શતાબ્દીની ઉજવણીના અનિષ્ટો પૂજ્યશ્રીએ સુસ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. ખુમારીપૂર્ણ દૃષ્ટાંતો આપીને શ્રી જિનશાસનની રક્ષા કાજે પુણ્યવાન ધર્માત્માઓની ઝિંદાદિલી ભરી ખુમારીથી ‘ઉન્નત મસ્તક’ બનાવતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર મનનીય છે.
Sect :
Shwetambar
No. of Pages : 266
Advertisement
×
Libraries with this book
- Library 1
- Library 2
- Library 3