Read now

Vandana

(0 Reviews)
‘અરિહંત-વંદના જ પાપોનું નિકંદન કાઢવા સમર્થ છે.’ આ મહાસત્યની વિવિધ દૃષ્ટિકોણથી આ પુસ્તકમાં રજુઆત કરાઇ છે. ‘અરિહંત-મહિમા’ જાણવા-માણવા સાદ્યંત આ પુસ્તકનું અવશ્ય મનન કરવું જ રાું. અંતરના ઊંડાણમાં પ્રભુ-ભક્તિનું ઝરણું ખળખળ વહી રાું હોય તો જ આવી ચિંતનાત્મક, સંવેદનશીલ શૈલીમાં રજુઆત થઇ શકે. શ્રી નવકાર ‘મંત્રાધિરાજ’ શા માટે ? તે અંગે પૃ. ૮૬ થી પૃ. ૯૭ ઉપરનું ‘ચિંતન’ ખરેખર અદ્‌ભુત છે. શ્રી નવકારનું સ્મરણ જો ઉપરોક્ત ચિંતનનું મનન કર્યા બાદ થાય તો જીવનમાં ચમત્કારોની હારમાળા સર્જાયા વિના ન રહે. પૃ. ૧૦ ઉપરનું લખાણ, ‘વિષયોના ભભકાદાર આકર્ષણોની પાછળ ઝેર પાયેલી તીક્ષ્ણ છૂરીઓ પડી છે એ વાત તારા (પ્રભુ) સિવાય કોણ બતાવી શકે’ વાંચ્યા બાદ ‘અરિહંત’ પ્રત્યે આપણું બહુમાન કેટલી હદે વધી જાય ! શ્રી શંખેશ્વર તીર્થમાં આજે પ્રાયઃ આલોકના સુખોની માંગણી માટે લોકોનો ધસારો વધ્યો છે તેવા સમયે ‘શંખેશ્વરતીર્થનો મહિમા’ (પૃ. ૧૧૯ થી ૧૨૪) જણાવતાં પૂજ્યશ્રી લખે છે કે, ‘‘વિષયકષાયની વૃત્તિઓની પીડાના કારમા દુઃખને જડબેસલાક શમાવી દેનાર આ પુણ્યક્ષેત્ર છે.’’ આ જાણ્યા બાદ કયો સાચો પ્રભુભક્ત પ્રભુ સમક્ષ વિષયોની ભીખ માંગવા તૈયાર થાય ? પાપોનું નિકંદન કરવા અને પુણ્યાનુબંધી પુણ્યનું જોરદાર ઉત્પાદન કરવા સમર્થ ‘વંદના’નું અદકેરું મહામૂલ્ય માણવા આ પુસ્તકના અદ્‌ભુત પદાર્થો આત્મસાત્‌ કરીને જીવનસાત્‌ કરવા જ પડશે.
Language title : વંદના
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 114
Keywords : a

Advertisement

Share :  

Reviews