Read now

Ramayan Ma Sanskruti No Sandesh Part-2

(0 Reviews)
પૂ. પ્રવચનકાર ગુરુદેવશ્રીએ પ્રવચન દરમિયાન ચર્ચેલા અનેકવિધ પ્રશ્નો, ચિંતનો, પ્રસંગો, કથાઓ વગેરે ૨૮૨ પેજના આ દળદાર ગં્રથ-રત્નમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. કંચૂકીના ઘડપણને જોતાં વૈરાગ્ય-વૃધ્ધિ થવાથી દશરથનો દીક્ષા-નિર્ધાર, રાજા દશરથનેા વૈરાગ્ય- પ્રબોધ વગેરે પ્રસંગો ખૂબ અસરકારક છે. જૈન રામાયણમાં કૈકેયી દ્વારા મંગાયેલા એક જ વરદાનની વાત આવે છે “અયોધ્યાનું સિંહાસન મારા ભરતને આપો !” રામ અને ભરતની આદર્શરુપ નાહક્કની લડાઈ આજના સ્વાર્થાંધ જગતને સુંદર બોધ પૂરો પાડે છે ‘મા બાપની લીધેલી હાય ખાલી ન જાય’ - આ સત્યનો સાક્ષાત્કાર શંબૂકના પ્રસંગમાં સુસ્પષ્ટ રીતે થાય છે. રાવણ દ્વારા સીતાનું અપહરણ થયા બાદ સીતાનો ‘શીલપ્રેમ’ દરેક પ્રસંગોમાં ઝળહળતો જોવા મળે છે. ‘શીલરક્ષા’ ખાતર સીતા દેવી ૨૧ દિવસનો ઘોર તપ શરુ કરે છે. હનુમાનનો સીતા સાથે મેળાપ, લંકા-ચડાઈ કાજે રામચન્દ્રનું પ્રયાણ, રાવણને વિભીષણની સમજાવટ, લક્ષ્મણના હાથે રાવણનો વધ, સીતાને જંગલમાં મૂકી આવવા રામનો આદેશ, સીતાની સહુને હાર્દિક ક્ષમાપના, ભડભડતા અગ્નિકૂંડમાં સીતાનો પ્રવેશ, સીતાના સતીત્વના પ્રભાવે અગ્નિનું જળમાં રુપાંતર, સંયમપંથે વિચરવાનો સીતાનો દૃઢ નિર્ધાર, દીક્ષા લેતાં સીતાજી, રામ સાથે સોળ હજાર રાજાઓ વગેરેની દીક્ષા, રામચન્દ્રનું નિર્વાણ વગેરે પ્રસંગો પૂજ્યશ્રીએ એવી સુંદર, સરળ શૈલીમાં લખ્યા છે કે હળુકર્મીના જીવનનું આમૂલમૂલ પરિવર્તન થયા વિના ન રહે.
Language title : રામાયણ માં સંસ્કૃતિ નો સંદેશ ભાગ-2
Category : Books
Sub Category : Story (Jainism)
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 306
Keywords : a

Advertisement

Share :  

Reviews