Read now

Kyare Banis Hu Sacho Re Sant

(0 Reviews)
શાસન પ્રભાવક પૂજ્યપાદ આ.દેવ શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબે રચેલા પંચવસ્તુક ગ્રન્થ ઉપરનું આ પૂજ્યશ્રીનું અદ્‌ભૂત વિવેચન પૂજનીય શ્રમણો માટે અતિ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. (૧) પ્રવ્રજ્યા વિધાન (૨) પ્રતિદિનક્રિયા (૩) ઉપસ્થાપના (૪) અનુયોગ અને ગણની અનુજ્ઞા- આ ચાર વસ્તુઓ ઉપર પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખુબ સુંદર માર્ગદર્શન પીરસ્યું છે. આ વિવેચન લખતાં પૂજ્યશ્રીના મનમાં એક વાત જડબેસલાક બેસી ગઇ છે કે, “સર્વવિરતિધર્મ થી જ સ્વનું હિત થાય, અને સર્વના હિતનું સામર્થ્ય પણ તેની આરાધનામાં જ પડેલું છે.” સાધુના અનાચારોના બળે દરિયો માઝા મૂકે, વાવાઝોડા ફેલાય, ધરતીકંપ થાય, દુકાળો અને ભૂખમરો આખી પ્રજાને ઘેરી લે, માટે દરેક સાધુ વેષઘારી આત્માએ આ ગ્રન્થમાં બતાવેલા સર્વવિરતિના માર્ગે જ ચાલવું જોઇએ. ગમે તે રીતની બાંધછોડ, લાલચ, આશંકાઓ, ખુશામતો વગેરેમાં ક્યાંય પડવું ન જોઇએ. આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ પ્રવ્રજ્યા દાતા ગુરૂના ૧૯ લક્ષણો, દીક્ષા લેનારા શિષ્યના ૧૫ ગુણો, દીક્ષા માટે યોગ્યાયોગ્ય ક્ષેત્ર, કાળ અને નક્ષત્ર, મહાવ્રત સ્થાપના, મહાવ્રતોના પાલનના અગિયાર ઉપાયો, સ્તવપરિજ્ઞા, સાધુને દ્રવ્યસ્તવ હોય ? જિનપૂજામાં સ્વરૂપહિંસા વગેરે અનેક વિષયો ઉપર કમાલ કલમ ચલાવી છે. શાસ્ત્રના અનેક પદાર્થોનો સરળ ભાષામાં બોધ પીરસ્યો છે.
Language title : ક્યારે બનીશ હું સાચો રે સંત!
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 502
Keywords : a

Advertisement

Share :  

Reviews