Read now

Yuvano Ne Spasht Margdarshan

(0 Reviews)
યુવાધનને મોહનિદ્રામાંથી જાગ્રત કરવા માટે પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીએ પ્રભુની વાતોને અનેક વૈજ્ઞાનિકોનું સમર્થન આ પુસ્તકમાં આપેલ હોવાથી યુવાનોની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાવૃધ્ધિ થયા વિના ન રહે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં-સ્વધર્મગુપ, શુધ્ધિગુપ, ધર્મગ્રુપ, ગુણ ગ્રુપ, કર્તવ્યગ્રુપ - પાંચ ગ્રુપો પાડીને દરેક ગ્રુપમાં ત્રણ કલમો દર્શાવી છે. આમ કુલ પંદર કલમો ઉપર પૂજ્યશ્રીએ ટુંકાણમાં પણ સચોટ માર્ગદર્શન પૂરૂ પાડ્યું છે. પહેલા સ્વધર્મગ્રુપના વિવેચનમાં કૌટુમ્બિક સ્નેહ, ફેશન-વ્યસનોનો ત્યાગ, માનવતા- આ ત્રણ ગુણોની સમજણ આપી છે.બીજા શુધ્ધિગુપમાં ભવલોચના, જિનપૂજા, યોગાસનો દ્વારા ઉર્ઘ્વગામી બનાવવાની ખાસ ભલામણ કરી છે. ત્રીજા ધર્મગુપમાં રાત્રિભોજન-ત્યાગ, કંદમૂળ-ત્યાગ, બહારનાં ભોજન-પાણીનો ત્યાગ આ ત્રણ અધર્મોના ત્યાગ દ્વારા બુધ્ધિને સ્વચ્છ રાખવાની પૂજ્યશ્રીએ ખાસ અપીલ કરી છે. ચોથા ગુણગ્રુપમાં સરળતા, સહિષ્ણુતા, સ્વદોષદર્શન-આ ત્રણ ગુણના માલિક બનવા દ્વારા જીવનને શાન્ત બનાવવાની ખાસ પ્રેરણા કરી છે. પાંચમા કર્તવ્યગ્રુપમાં રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા,ધર્મસેવા કરવા દ્વારા આ મહામુલા માનવજીવનને સફળ કરવાની કરૂણાર્દ્ર પૂજ્યશ્રીએ ખાસ પ્રેરણા કરી છે. ટૂંકમાં, ગાગરમાં સાગર સમાન આ પુસ્તક યુવાનોને સન્માર્ગે વાળવા સક્ષમ પૂરવાર થાય તેમ છે.
Language title : યુવાનોને સ્પષ્ટ માર્ગદર્શન
Category : Books
Sub Category : Youth
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 116
Keywords : a

Advertisement

Share :  

Reviews