Read now

Sharnagati

(0 Reviews)
‘જે પળમાં પરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ નથી એ માનવજીવનની પળ નથી.’ પુસ્તકના પ્રથમ પેજ ઉપરનું આ વાક્ય આપણને સતત પરમેષ્ઠિ-સ્મરણની હાર્દિક પ્રેરણા કરે છે. અરિહંત-શરણાગતિના અનુપમ ભાવો આ લખાણમાંથી સતત ઉછળતાં હોય તેવો અનુભવ વાચકવર્ગને અવશ્ય થયા વિના ન જ રહે. જિનશાસનની અદ્‌ભુત સેવા પૂજ્યશ્રી કરી રાા છે, તે માટેનું ઉત્કૃષ્ટ પુણ્ય આવા અપૂર્વ ભાવો ભાવવા દ્વારા કદાચ આ જ ભવમાં તેઓશ્રીએ ઉત્પન્ન કર્યું હોય તો જરાય નવાઇ (આ પુસ્તક-વાંચન બાદ) ન જ લાગે. આ પુસ્તકના પૃ.૮૩ ઉપર ધર્મગ્રન્થનું નિત્ય વાંચન કરવાની અનુપમ પ્રેરણા પૂજ્યશ્રીએ કરી છે. ‘વાંચો, વિચારો, ફરી ફરી વાગોળતા રહો. પછી શી ગુંજાશ હતી એ રાગાદિ શત્રુઓની કે તમને કનડી શકે !’ આ દૈવી વાક્ય દ્વારા ‘સદ્‌વાંચન’નું મૂઠી ઊંચેરુ મહત્વ જણાવ્યું છે. પૃ. ૯૦ ઉપર ‘ઓ મુમુક્ષુ ! માનવજીવનની પળ પળને સમજીને વાપરજે હોં ! બહુ કિંમતી છે એ પળો.’ આવી અનેક અનુપમ વિચારધારાઓ પીરસવા દ્વારા દેવદુર્લભ માનવજીવનની કિંમતી પળોને વિષય-કષાયમાં નહિ વેડફવાની અત્યંત લાગણીસભર વાણીમાં પૂજ્યશ્રીએ સહુને પ્રેરણા કરી છે. પુસ્તકનું સમાપન કરતી વેળાએ ‘અંત સમયની આરાધના’ કેવી રીતે કરવી તે અંગે અતિ જરૂરી વિચારણા છેલ્લા પ્રકરણમાં રજૂ કરીને માનવના મૃત્યુને ‘મંગલમય’ બનાવી શકાય તેવો અનુપમ ઉપકાર પૂજ્યશ્રીએ કર્યો છે.
Language title : શરણાગતિ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 162
Keywords : a

Advertisement

Share :  

Reviews