Read now

Aaradhna Ane Aaradhakbhav

(0 Reviews)
માત્ર આરાધનાથી મોક્ષ ન જ મળે પણ આરાધકભાવ યુક્ત આરાધનાથી જ મોક્ષ મળે. પૂજ્યશ્રીએ ઉંડા ચિંતન બાદ ત્રણ પ્રકારના આરાધકભાવોનું સુંદર વિવરણ આ ગ્રંથપુષ્પમાં કર્યુ છે. પૂજ્યશ્રીએ આરાધનાથી દુઃખમુક્તિ અને આરાધકભાવથી દોષમુકિત જણાવી છે. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ સ્વરૂપ આરાધનાઓ સદ્‌ભાવયુક્ત હોય તો તે જીવને દુઃખમુક્ત કરીને સુખી બનાવે, દુર્ગતિમુક્ત કરીને સ્વર્ગાદિની સદ્‌ગતિમાં મોકલી આપે. અરે ! ભાવ વિનાની, ભટકતા મન સહિતની, વિધિ, જયણા વિનાની પણ આરાધનાઓમાં પોતાની જ સ્વયંભૂ, સ્વયંસ્ફુરિત શક્તિ છે, તે જીવના દુઃખ - દુર્ગતિને ભગાડી મૂકે. આરાધનાઓના પ્રભાવ અંગે પૂજ્યશ્રીએ અનેક ટૂંકા દૃષ્ટાંતો દર્શાવ્યા છે. પહેલો આરાધકભાવ : ‘ભગવાન વહાલા લાગે’ જેને ભગવાન વહાલા લાગે તેની આંખે વિરહનાં આંસુ સતત ટપકયા કરે. બીજો આરાધકભાવ : ‘ભગવાનના વહાલાઓ (સર્વ જીવો) આપણને વહાલા લાગે.’ જેઓ બીજા જીવોના દુઃખો દૂર કરવાનો પ્રયત્ન કરે છે, વાસ્તવમાં તેના ઘણા દુઃખો આપમેળે દૂર થઇ જાય છે. ત્રીજો આરાધકભાવ : ‘ભગવાનની વહાલી (શુદ્ધિ - વીતરાગતા) વહાલી લાગે’ પહેલો આરાધકભાવ ભક્તિસ્વરૂપ છે. બીજો આરાધકભાવ મૈત્રી સ્વરૂપ છે. ત્રીજો આરાધકભાવ શુદ્ધિ સ્વરૂપ છે. ત્રણેય આરાધકભાવોને અનેક દૃષ્ટાંતો સાથે સમજાવાની પૂજ્યશ્રીની શૈલી ખરેખર હૃદયસ્પર્શી છે.૨૫૪. મારી ત્રણ પ્રાર્થના હૃદયપૂર્વકની પ્રાર્થના સુંદર પરિણામ લાવવાની શક્તિ ધરાવે છે. કઠોર કર્મોનો પણ ભુક્કો બોલાવી શકે છે. પૂજ્યશ્રીએ ગાગરમાં સાગર સમાન નાની પુસ્તિકામાં અદ્‌ભૂત કલમ ચલાવી છે. જીવનની બરબાદીનું સૌથી પ્રધાન કારણ તરીકે માતાપિતા છે, જેઓએ લાડ વગેરેના કારણોસર બાળકોને અશુભ નિમિત્તો તરફ ધકેલ્યા છે. ‘જનસત્તા’ દૈનિકમાં વર્ષો પૂર્વે એક યુવકે જે હૃદયવિદારક નિવેદન આપ્યું છે, તે ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે કે આજના માતાપિતાઓની સંતાનોના સાચા વિકાસ પ્રત્યે ધરાર ઉપેક્ષા છે. કુસંગાદિથી બરબાદ થઇ ગયેલા યુવાન કે યુવતી છેલ્લે પરમાત્માને ત્રણ પ્રાર્થના કરવા દ્વારા જીવનની બગડેલી બાજી સુધારવા પ્રયત્ન કરે, તેવી કરુણાર્ત પૂજ્યશ્રીની હૃદયસ્પર્શી પ્રેરણા છે. પહેલી પ્રાર્થનામાં મસ્તીના જીવનની પ્રભુ પાસે માંગણી કરવામાં આવી છે. મેં કરેલા અગણિત પાપોના ફળ રૂપે દુઃખો ભલે આવે પણ તે વખતે હું દીન તો ન જ બનું, એવી કૃપા તું કરજે. બીજી પ્રાર્થનામાં ‘સમાધિ મરણ’ની માંગણી કરવામાં આવી છે. મૃત્યુની છેલ્લી સેકન્ડે પણ પ્રભુનું સ્મરણ હોવું, તે સદ્‌ગતિ - પ્રાપ્તિ માટે અતિ જરૂરી બાબત છે. ત્રીજી પ્રાર્થનામાં આવતા ભવે ઉત્તમ માતાપિતાને ત્યાં જન્મ થવાની માગણી કરવામાં આવી છે. પ્રભુ જો આ ઇચ્છા પૂરી કરે તો બધી વાતે જયજયકાર છે.
Language title : આરાધના અને આરાધકભાવ
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 112
Keywords : a

Advertisement

Share :  

Reviews