Read now

Salagti Samasyao Part-3

(0 Reviews)
ખાસ કરીને યુવાનો, રાજકારણ અને જૈનસંઘને લગતી સળગતી સમસ્યાઓના ઉકેલો બતાડતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર અદ્‌ભુત છે. આ ઉકેલો વાંચતાં પૂજ્યશ્રીના સરળતા, શાસ્ત્રસાપેક્ષતા, દીર્ઘદર્શિતા વગેરે ગુણોે ઝળહળાટ જીવંત રીતે જોવા મળે છે. વિજ્ઞાન સાથે ધર્મનો સમન્વય સંભવિત છે ? “સતી” થવાનો સમય સારો કે આજનો સમય ? અંગ્રેજોએ બગાડેલી બાજી સુધારવાના ઉપાયો કયા ? જનસેવા એ જ પ્રભુ સેવા નથી ? અનામત- બેઠકો અંગે આપનું શું મંતવ્ય છે.? ગુરુકૃપાનું બળ છે કે શિષ્યના પુરુષાર્થનું ? આત્મતત્વની પ્રાપ્તિના સરળ ઉપાયો કયા ? બુધ્ધિજીવી વર્ગમાં વધુ ભષ્ટાચાર કેમ છે ? વિદેશોમાં ધર્મ પ્રચારની વધુ જરુર નથી ? યુવાનોને બચાવવા શું કરવું ? સાધારણ ખાતાની આવક કરવાના શાસ્ત્રીય માર્ગો કયા ? ભગવાન પાસે સંસાર સુખ મંગાય ? “સારા” સિનેમા જોઇ શકાય ? “વીડીઓ” વગેરેથી જૈન ધર્મને વિશ્વવ્યાપી ન બનાવાય ? છૂટાછેડામાં લાભ કે નુકસાન ? રામાયણ અને મહાભારતના મૂળમાં કયું તત્વ પડ્યું છે ? નવી પેઢીના કુસંસ્કારમાં વાલીઓ જ નિમિત્ત નથી ? જૈન સંઘનું ભાવી આશાસ્પદ ખરું ? યૌવનને અકલંક રાખવાનો ઉપાય શું ? બટાટા વગેરેના અનંત જીવો યન્ત્રથી દેખાય ? આ સિવાય અનેક પ્રશ્નોના સચોટ ઉકેલો વાંચ્યા બાદ મનમાં ઘર કરી ગયેલી જૂની મુંઝવણો શાંત થઇ જવાથી ધર્મ માર્ગે અચૂક આગળ વધી શકાશે.
Language title : સળગતી સમસ્યાઓ ભાગ-3
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 372
Keywords : a

Advertisement

Share :  

Reviews