Read now

Vichar Navneet

(0 Reviews)
પૂજ્યશ્રીએ અનેક સુંદર વિચારો(ચિંતનો)નું નવનીત આ ગ્રન્થમાં પીરસ્યું છે. પૂજ્યશ્રીએ વર્ણવેલ કેટલાક વિચાર-રત્નોનો રસાસ્વાદ માણીએ. ત્રણ આરાધકભાવો - ઉત્તરોત્તર ચડિયાતા-(૧) ભગવાન વહાલા લાગે (૨) ભગવાનના વહાલાઓ (જીવરાશિ) વહાલા લાગે (૩) ભગવાનની વહાલી (શુદ્ધિ) વહાલી લાગે - ઉપર પૂજ્યશ્રીએ મનનીય ચિંતન રજુ કર્યું છે. ‘જગત બાહ્યથી સોહામણું દેખાય છે પણ ભીતરમાં તો અનેક દૃષ્ટિકોણથી અત્યન્ત બિહામણું છે. તે વિનાશી છે. અશુચિથી ભરેલું છે. અશરણ છે.’ - કૃપાલુદેવનો સર્વોત્કૃષ્ટ ઉપકાર આ ‘જગદ્‌દર્શન’ છે. પૂ. સાધુ-સાધ્વીજીઓને ૧૭ બાબત અંગે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર શિખામણ આપી છે. આત્મા એના અસલ સ્વરુપમાં શિવ છે. તે અજર-અમર છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ આત્માનું શુદ્ધ નિશ્ચયનયથી સ્વરૂપ છે. વ્યવહારનયથી આત્મા જીવ છે. તે દસ પ્રાણોથી ધબકે છે. તે દેહાદિને ધારણા કરે છે. મોક્ષપ્રાપ્તિ માટે આત્માના ઉપર્યુક્ત બે ય સ્વરૂપોનું ધ્યાન કરવું જોઇએ. જગતમાં બે પદાર્થ છે, એક જડ અને બીજો ચેતન. જડમાત્ર પ્રતિ વૈરાગ્યભાવ જાગે, ચેતનમાત્ર પ્રતિ કરૂણાભાવ જાગે તો પરમાત્માની ભક્તિ જેવું અલગ કશું કરવાનું ન રહે, કેમકે પરમાત્મા પોતે વૈરાગ્યમય અને કરૂણામય હતા. સર્વદુઃખ નિવારણની વૃત્તિરૂપ કરૂણા જેનામાં ન હોય તે આત્મા સ્વદોષોનું સર્વથા નિવારણ કરીને ‘મોક્ષપદ’ કદાપિ પામી શકે નહિં.
Language title : વિચાર નવનીત
Category : Books
Sub Category : Pravachan
Sect : Shwetambar
Language : Gujarati
No. of Pages : 202
Keywords : a

Advertisement

Share :  

Reviews